ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rahul Gandhi in Gujarat : આવતીકાલથી રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતની મુલાકાતે, વાંચો સંપૂર્ણ કાર્યક્રમ

કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીની ગુજરાતની સૂચક મુલાકાતથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
07:21 PM Mar 06, 2025 IST | Vipul Sen
કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીની ગુજરાતની સૂચક મુલાકાતથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
RahulGandhi_Gujarat_first
  1. આવતીકાલથી વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે (Rahul Gandhi in Gujarat)
  2. રાહુલ ગાંધી બે દિવસ અમદાવાદમાં રોકાણ કરશે
  3. કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરશે : શૈલેષ પરમાર
  4. કોંગ્રેસનાં કાર્યકરો ઘણા સમયથી રાહ જોતા હતા : હિંમતસિંહ પટેલ

લોકસભાનાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવતીકાલથી બે દિવસની ગુજરાતની મુલાકાતે (Rahul Gandhi in Gujarat) આવવાનાં છે. દરમિયાન, રાહુલ ગાંધી અમદાવાદમાં રોકાશે. કોંગ્રેસનાં (Congress) રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીની ગુજરાતની સૂચક મુલાકાતથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ વિધાનસભાનાં ઉપનેતા શૈલેષ પરમારે માહિતી આપી છે.

આ પણ વાંચો - PM Modi in Gujarat : આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, વાંચો વિગત

કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે મહત્ત્વની બેઠક કરશે

વિધાનસભાનાં ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે, 7 અને 8 તારીખે રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતનાં પ્રવાસે છે. આવતીકાલે સવારે 9:30 કલાકે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાર બાદ સવારે 10 કલાકે કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે મહત્ત્વની બેઠક કરશે. ત્યાર પછી સવારે 10:30 વાગે રાહુલ ગાંધી પોલિટિકલ અફેર્સ કમિટી (Political affairs committee) સાથે બેઠક કરશે. બપોરે 2 વાગે રાજ્યનાં વિવિધ જિલ્લા અને શહેરોનાં પ્રમુખો સાથે પણ સંવાદ કરશે.

આ પણ વાંચો - Gujarat BJP : જિલ્લા-શહેરમાં નવા પ્રમુખોની વરણી, જાણો કોણ થયું રિપીટ અને કોણ છે નવો ચહેરો?

કોંગ્રેસનાં કાર્યકરો ઘણા સમયથી રાહ જોતા હતા : હિંમતસિંહ પટેલ

શૈલેષ પરમારે (Shailesh Parmar) આગળ જણાવ્યું કે, બપોરે 3 વાગે નગરપાલિકાનાં પ્રમુખો સાથે સંવાદ કરશે. જ્યારે સાંજે 5 થી 7 વાગ દરમિયાન રાહુલ ગાંધી સંગઠન અને અન્ય લોકો સાથે મુલાકાત કરશે. બીજા દિવસે એટલે કે 8 માર્ચની સવારે રાહુલ ગાંધી કોંગ્રેસનાં કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરનાં કોંગ્રેસનાં હોદ્દેદારોની પણ હાજરી રહેશે. ઉપરાંત, સેલ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખો પણ સંવાદમાં હાજરી આપશે. બપોર બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા માટે રવાના થશે. શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે (Himmat Singh Patel) જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરો ઘણા સમયથી રાહ જોતા હતા. આ વાતને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધીએ કાર્યક્રમ બનાવ્યો છે. પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી શકીએ તે અંગે ચર્ચા બેઠકમાં કરશે.

આ પણ વાંચો - Morbi : વધુ એક સ્વમીનો બફાટ! માફી ન માગે તો ઊગ્ર વિરોધની ચીમકી

Tags :
AhmedabadCongressGujarat CongressGUJARAT FIRST NEWSHimmat Singh PatelLok Sabha Opposition LeaderPolitical Affairs CommitteeRahul Gandhi In GujaratShailesh ParmarTop Gujarati News
Next Article