Rain in Ahmedabad : 'મેઘમહેર' બાદ 'મેગા સિટી' ની દયનીય સ્થિતિ! DyMC એ આપ્યું આ નિવેદન
- ઠેર-ઠેર પાણી ભરાતા અમદાવાદની જનતા પરેશાન (Rain in Ahmedabad)
- વરસાદને લઈને DyMC મિરાંત પરીખનુ નિવેદન
- અત્યાર સુધી સીઝનનો કુલ 10.48 ઈંચ વરસાદ : DyMC
- શહેરમાં 105 જગ્યાઓ પર પાણી ભરાયા હતા : DyMC
- તમામ જગ્યા પર 2 કલાકથી વધુ પાણી ભરેલા રહ્યા : DyMC
Rain in Ahmedabad : અમદાવાદમાં ગત મોડી રાતે વીજળીનાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે, આજે પણ અનેક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પહેલા જ વરસાદમાં મોટાભાગનાં વિસ્તારોનો પાણીમાં ગરકાવ થયો છે. અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે કેટલાક વિસ્તારમાં દીવાલ તૂટી પડી અને ભુવાઓ પડી જતાં તંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી છે. ત્યારે હવે શહેરમાં વરસાદને લઈ DyMC નું નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : અત્યાર સુધીમાં 217 DNA મેચ થયા, 199 મૃતદેહ પરિવારને સોંપાયા
આ જોવો 'ઓઢવ'માં મનપાની પ્રિમોન્સુન કામગીરી ! | Gujarat First#Gujarat #AHmedabad #Rain #Rainupdate #AMC #Gujratfirst pic.twitter.com/dPb5kZCXFX
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
વરસાદને લઈ શહેરમાં 5 અંડરપાસ બંધ કરાયા હતા : DyMC
અમદાવાદમાં વરસાદ (Rain in Ahmedabad) અંગે DyMC મિરાંત પરીખ (Mirant Parikh) પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અત્યાર સુધીમાં સીઝનનો કુલ 10.48 ઈંચ વરસાદ શહેરમાં ખાબક્યો છે. મુશળધાર વરસાદને પગલે શહેરમાં 105 જગ્યાઓ પર પાણી ભરાયા હતા. તમામ જગ્યા પર 2 કલાકથી વધુ પાણી ભરેલા રહ્યા. વરસાદને લઈ શહેરમાં 5 અંડરપાસ બંધ કરાયા હતા. મીઠાખળી (Mithakhali), અખબારનગર અંડરપાસ બંધ કરાયો હતો. ઉપરાંત, મકરબાનાં 2 અને ડી કેબિન અંડરપાસ પણ બંધ કરાયો હતો. ડીવાયએમસીએ વધુમાં જણાવ્યું કે, અખબારનગર અંડરપાસમાં દોઢ ફૂટથી વધુ પાણી ભરાયા હતા. 3 જગ્યાઓ પર હાલ બ્રેક ડાઉન થયા છે.
આ પણ વાંચો - Surat : રાજ્યમાં પ્રથમ વખત સાઇબર ફ્રોડના આરોપીઓ સામે GUJCTOC નો ગુનો
Ahmedabad Hevay Rain : સીટી ભલે સ્માર્ટ...ચોમાસામાં નાગરિકો પાડી જાય રાડ...| Gujarat First#Gujarat #Ahmedabad #Heavyrain #AMC #RainUpdate #Gujaratfirst pic.twitter.com/zk2Ynbo2mQ
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
અખબારનગર અંડરપાસમાં દોઢ ફૂટ પાણી ભરાયા, કાર ફસાઈ
નોંધનીય છે કે, ચોમાસાની ઋતુનાં પહેલા જ વરસાદમાં મેગા સિટી અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરતા જનજીવન પ્રભાવિત થયું છે. પહેલા જ વરસાદમાં શહેરમાં 5 અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે. થોડા જ મહિનાઓ પહેલા મીઠાખળી અંડરપાસનું કરોડો રૂપિયાનાં ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું. જો કે, પહેલા જ વરસાદમાં તેને બંધ કરવાની ફરજ પડી. જ્યારે બીજી તરફ અખબારનગર (Akhbarnagar) અંડરપાસમાં દોઢ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં તેમાં એક ગાડી ફસાઈ ગઈ હતી.
આ પણ વાંચો - International Yoga Day : સવારે 6.45 થી 7.45 કલાક સુધી કરાશે ઉજવણી, અ'વાદ કલેક્ટરને આપી માહિતી