રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, ગરબાપ્રેમીઓની વધી ચિંતા
આજથી નવરાત્રિનો પાવન પર્વ શરૂ થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ પડવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે કે જ્યા છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જોકે, આ અંગે પહેલાથી જ આગાહી હતી કે આ વર્ષે વરસાદ નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓને પરેશાન કરી શકે છે. એક તરફ નવરાત્રિમાં ખેલૈયાઓમાં 2 વર્ષ બાદ ગરબા રમવા માટેનો ઉત્સાહ છે ત્યારે અમદાવાદમાં આજે બપોરે કેટલા
Advertisement
આજથી નવરાત્રિનો પાવન પર્વ શરૂ થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ પડવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે કે જ્યા છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જોકે, આ અંગે પહેલાથી જ આગાહી હતી કે આ વર્ષે વરસાદ નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓને પરેશાન કરી શકે છે. એક તરફ નવરાત્રિમાં ખેલૈયાઓમાં 2 વર્ષ બાદ ગરબા રમવા માટેનો ઉત્સાહ છે ત્યારે અમદાવાદમાં આજે બપોરે કેટલાંક ભાગમાં વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે ગરબા પ્રેમીઓની ચિંતા વધી ગઈ છે.
નવરાત્રિનો પ્રારંભ અને વરસાદ શરૂ
દેશમાં ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં બપોરના 12 વાગ્યાથી પૂર્વ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જેમાં બાપુનગર, રખિયાલ, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જે સાથે જ હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી સાચી પડી રહી છે. એક તરફ આજથી નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે વરસાદ ખેલૈયાઓ માટે મોટુ વિગ્ન બની શકે છે. છેલ્લા બે વર્ષથી ખેલૈયાઓ નવરાત્રિમાં ગરબો રમી શક્યા નથી ત્યારે આ વર્ષે પણ અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ જોતા ખેલૈયાઓ ચિંતામાં મુકાઇ ગયા છે.
ખેલૈયાઓ કરી રહ્યા છે પ્રાર્થના
નવરાત્રિના પહેલા જ નોરતે વરસાદ ખેલૈયાઓ માટે વિલન બન્યો છે. ત્યારે આજે આ વરસાદી માહોલમાં ગરબા થશે કે કેમ તે સવાલ ખાસ ઉભો થયો છે. ગુજરાતીઓ નવરાત્રીમાં વરસાદ વિલન ન બને તેવી જ પ્રાર્થના કરી રહ્યા છે. જોકે, આજે સવારે અમરેલી, ગીર સોમનાથ, સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ગીર સોમનાથના ઉના પંથકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. વળી અમદાવાદમાં સીટીએમ વટવા-ઘોડાસર-ઈશનપુર વસ્ત્રાલ સહિતના વિસ્તારોમા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. નવરાત્રિની ઉજવણી માટે તૈયાર કરવામાં આવેલા મંડપો પણ ભીંજાયા હોવાથી ગરબા રસીકો પરેશાન થયા છે.


