Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rajkumar Jat Case : હાઈકોર્ટ સમક્ષ ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ, જાણો સુનાવણીમાં શું થયું?

Rajkumar Jat Case : હાઈકોર્ટ સમક્ષ ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ, જાણો સુનાવણીમાં શું થયું?
rajkumar jat case   હાઈકોર્ટ સમક્ષ ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ  જાણો સુનાવણીમાં શું થયું
Advertisement
  1. રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ મામલે મોટા સમાચાર (Rajkumar Jat Case)
  2. હાઈકોર્ટ સમક્ષ ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કરાયો રજૂ
  3. નાર્કો ટેસ્ટ દરમિયાન ગણેશ ગોંડલને 31 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા
  4. બનાવ, મારામારી અને ફેટલ એક્સિડન્ટ સહિતના પ્રશ્નો પૂછાયા હતા
  5. જવાબમાં માર માર્યાનું કે કાવતરુ કર્યાનો ઈનકાર કરાયોઃ સરકારી વકીલ

Rajkumar Jat Case : ગોંડલનાં બહુચર્ચિત રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં મોટા સમાચાર આવ્યા છે. આજે હાઈકોર્ટ ( Gujarat High Court) સમક્ષ ગણેશ જાડેજા ઉર્ફ ગણેશ ગોંડલના (Ganesh Jadeja) નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરાયો હતો, જેમાં નાર્કો ટેસ્ટ દરમિયાન ગણેશ ગોંડલને 31 પ્રશ્ન પૂછવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. બનાવ, મારામારી અને ફેટલ એક્સિડન્ટ સહિતના પ્રશ્નો પૂછાયા હતા. સરકારી વકીલે દલીલમાં કહ્યું કે, જવાબમાં માર માર્યાનું કે કાવતરું કર્યાનો ઈનકાર કરાયો. નાર્કો ટેસ્ટ (Narco Test) બાદ તપાસ અધિકારીને કેટલાક સૂચનો કરાયા છે.

Advertisement

Rajkumar Jat Case માં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરાયો

ગોંડલમાં (Gondal) પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટની શંકાસ્પદ મોતનાં કેસમાં (Rajkumar Jat Case ) પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે સામે ગંભીર આક્ષેપ થયા છે. આ કેસમાં અગાઉ ગણેશ ગોંડલનો FSL ખાતે નાર્કો ટેસ્ટ કરાયો હતો, જેનો રિપોર્ટ આજે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રિપોર્ટમાં નાર્કો ટેસ્ટ દરમિયાન ગણેશ ગોંડલને 31 પ્રશ્ન પૂછવામાં આવ્યા હોવાની માહિતી આપવામાં આવી છે. જે હેઠળ બનાવ, મારામારી અને ફેટલ એક્સિડન્ટ સહિતના પ્રશ્નો પૂછાયા હતા.

Advertisement

આ પણ વાંચો - નાયબ મુખ્યમંત્રીએ 24 કલાકમાં પાળ્યું વચન, આણંદના મુસાફરો માટે દોડતી થઈ નવી બસો

જવાબમાં માર માર્યાનું કે કાવતરુ કર્યાનો ઈનકાર કરાયોઃ સરકારી વકીલ

પ્રાપ્ત વિગત અનુસાર, સરકારી વકીલે દલીલમાં જણાવ્યું કે જવાબમાં માર માર્યાનું કે કાવતરું કર્યાનો ઈનકાર કરાયો છે. આરોપીના ઘરે માથાકૂટ થઈ તેનો બદલો લેવામાં આવ્યો નથી તેવો પણ ઉલ્લેખ કરાયો છે. નાર્કો ટેસ્ટ (Narco Test) બાદ તપાસ અધિકારીને કેટલાક સૂચનો કરાયા છે. જ્યારે બીજી તરફ રાજકુમાર જાટના વકીલ દ્વારા નાર્કો એનાલિસિસ આપવાની માંગ કરાઈ છે. આ મામલે હવે હાઈકોર્ટમાં વધુ સુનાવણી 15 જાન્યુઆરીએ હાથ ધરાશે.

આ પણ વાંચો - Gujarat police recruitment : ગુજરાત પોલીસમાં પ્રથમ વખત સીધી ભરતીની જાહેરાત, વાંચો સંપૂર્ણ વિગતો