Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

"હું ગોપાલને ચેલેન્જ આપુ છું કે ...." Raju Karpada એ લાઈવ ઈન્ટરવ્યુમાં Gopal Italia ને લલકાર્યા

Raju Karpada Exclusive Interview : ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાયાના નેતા ગણાતા રાજુ કરપડાએ પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ ગુજરાત ફસ્ટ સાથેના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં સનસનીખેજ ખુલાસા કર્યા છે. તેમણે AAPના ટોચના નેતાઓ પર વિશ્વાસઘાત અને પરિવાર સાથે ખરાબ વર્તનના ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
 હું ગોપાલને ચેલેન્જ આપુ છું કે       raju karpada એ લાઈવ ઈન્ટરવ્યુમાં gopal italia ને લલકાર્યા
Advertisement
  • રાજુ કરપડા (Raju Karpada) નો અત્યાર સુધીનો સ્ફોટક ઈન્ટરવ્યુ
  • આમ આદમી પાર્ટી (AAP) માં ચાલતા આંતરિક ડખા પર રાજુ કરપડા (Raju Karpada) નો મોટો ધડાકો
  • રાજુ કરપડા (Raju Karpada) એ AAP ના નેતાઓના 'સેટિંગ' અને બ્લેકમેઈલિંગનો કર્યો પર્દાફાશ
  • રાજુ કરપડાએ લાઈવ ઈન્ટરવ્યુમાં ગોપાલ ઈટાલિયા (Gopal Italia) ને સીધી ચેલેન્જ

Raju Karpada Exclusive Interview : ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)  ના પાયાના નેતા ગણાતા રાજુ કરપડા (Raju Karpada)  એ પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ ગુજરાત ફસ્ટ (Gujarat first) સાથેના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં સનસનીખેજ ખુલાસા કર્યા છે. તેમણે AAPના ટોચના નેતાઓ પર વિશ્વાસઘાત અને પરિવાર સાથે ખરાબ વર્તનના ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

રાજુ કરપડા (Raju Karpada) નો અત્યાર સુધીનો સ્ફોટક ઈન્ટરવ્યુ

રાજુ કરપડા (Raju Karpada) એ દુઃખ સાથે જણાવ્યું કે, "મેં AAPને આગળ વધારવા માટે લોહી-પરસેવો એક કર્યો હતો, પણ બદલામાં મને વિશ્વાસઘાત મળ્યો." તેમણે દાવો કર્યો કે જ્યારે તેઓ 111 દિવસ જેલમાં હતા, ત્યારે પાર્ટીની 'વકીલોની ફૌજ' તેમને મળવા સુદ્ધાં નહોતી આવી. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, "જો 111 દિવસમાં કોઈ વકીલ આવ્યો હોય તો હું આજીવન ભક્તિ કરીશ." વધુમાં, તેમના જામીન ન થયા હોવા છતાં તેમના પરિવારને ગુમરાહ કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.

Advertisement

નેતાઓના 'સેટિંગ' અને બ્લેકમેઈલિંગના આક્ષેપો

રાજુ કરપડા (Raju Karpada)  એ પાર્ટીના આંતરિક માળખા પર પ્રહાર કરતા કહ્યું કે,"મારામાં ખાનદાની છે, હું ગોપાલ ઈટાલિયા નથી." તેમણે ગોપાલ ઈટાલિયા (Gopal Italia) ને ખેડૂતોના મુદ્દે ખુલ્લી ડિબેટ કરવા માટે ચેલેન્જ આપી છે. ઈશુદાન ગઢવી (IsudanGadhvi) ના પૂતળા સળગાવવા માટે ઘણા લોકોને ફોન કરવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો દાવો તેમણે કર્યો છે. વધુમાં તેમને મનોજ સોરઠીયા (Manoj Sorathia) અંગે સવાલ કર્યો કે, "મનોજભાઈ પર કોઈ કેસ કેમ થતા નથી? એ મને નવાઈ લાગે છે." પ્રવીણ રામ (Pravin ram) મુદ્દે રાજુ કરપડાએ કહ્યું કે, પ્રવીણ રામ કોની સ્ક્રિપ્ટ પર કામ કરે છે તે પોતે જાણે છે. ખેડૂતોના મુદ્દે તેમનું જ્ઞાન કેટલું છે તે આખું ગુજરાત જાણે છે. તેમણે કહ્યું કે, પ્રવિણ રામ મારી લાઈનમાં આવી જાય એ મારી ઈચ્છા છે.

Advertisement

ફેક ઓડિયો અને સોશિયલ મીડિયા વોર

રાજુ કરપડા (Raju Karpada)  એ આરોપ લગાવ્યો કે તેમના રાજીનામા બાદ તરત જ AAPના સોશિયલ મીડિયા સેલ દ્વારા તેમને ખરાબ ચીતરવાના આદેશો અપાયા હતા. તેમના નામે ફેક ઓડિયો ક્લિપ પણ બનાવવામાં આવી છે, જેના પુરાવા તેમની પાસે હોવાનું તેમણે જણાવ્યું છે.

ખેડૂતો અને વિસાવદરની બેઠક

"ખેડૂતો આમ આદમી પાર્ટીને જોઈને નહીં, પણ રાજુ કરપડાને જોઈને આવે છે." તેમણે ચેતવણી આપી કે જો તેઓ મોરચો ખોલશે તો AAP ખેડૂતોનો વિશ્વાસ ગુમાવી દેશે. વિસાવદર બેઠક પર હરેશભાઈ સાવલિયાને ટિકિટ મળવાની હતી, પરંતુ હવે AAP એ 'વિસાવદરવાળી લાઈન' ભૂલી જવી જોઈએ તેમ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે.

કેજરીવાલ પણ 'મજબૂર'

રાજુ કરપડાએ કહ્યું કે તેમણે આ અંગે અરવિંદ કેજરીવાલ સાથે પણ વાત કરી હતી, પરંતુ તેઓ પણ આ પરિસ્થિતિમાં મજબૂર હોય તેવું જણાયું હતું. ભવિષ્યમાં કોઈ પણ પક્ષમાં જોડાવા અંગેનો નિર્ણય તેમનો સ્વતંત્ર રહેશે તેમ કહી તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ મરદમુછાળા છે, ડરપોક નથી.

આ પણ વાંચો:  "2026ની કરુણ વાસ્તવિકતા vs 2047ના સપના" Amitbhai Chavda એ ગુજરાત બજેટને કેમ ગણાવ્યું નિરાશાજનક?

Tags :
Advertisement

.

×