ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rath Yatra 2025 : પ્રથમવાર પોલીસ જવાનો મંદિર પરિસરમાં આપશે 'ગાર્ડ ઓફ ઓનર'

રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે.
11:59 PM Jun 25, 2025 IST | Vipul Sen
રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે.
DCP_gujarat_first main
  1. અમદાવાદમાં રથયાત્રાને લઈને મહત્ત્વના સમાચાર (Rath Yatra 2025)
  2. રથયાત્રાની શરૂઆત પહેલા અપાશે 'ગાર્ડ ઓફ ઓનર'
  3. પહેલીવાર પોલીસ જવાનો મંદિર પરિસરમાં આપશે 'ગાર્ડ ઓફ ઓનર'
  4. DCP વિશાખા ડબરાલ સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત

Rath Yatra 2025 : અમદાવાદમાં 148 મી રથયાત્રા 27 જૂન, શુક્રવારનો રોજ યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરથી (Jagannath Temple) રથયાત્રાનો પ્રારંભ થશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી શહેર પોલીસ તંત્ર (Ahmedabad Police) દ્વારા સુરક્ષાનાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. રથયાત્રાની તૈયારીઓ અંગે માહિતી મેળવવા શરૂઆતથી સમાવિષ્ટ થતાં પોલીસ સ્ટેશનની હદનાં DCP વિશાખા ડબરાલ (Visakha Dabral) સાથે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) વાતચીત કરી છે.

આ પણ વાંચો - Rath Yatra 2025 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન, હર્ષભાઈ સંઘવીએ ભગવાન જગન્નાથની ઉતારી આરતી

પ્રથમવાર પોલીસ જવાનો મંદિર પરિસરમાં 'ગાર્ડ ઓફ ઓનર' આપશે

ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન DCP વિશાખા ડબરાલે જણાવ્યું કે, રથયાત્રાની (Rath Yatra 2025) શરૂઆત પહેલા 'ગાર્ડ ઓફ ઓનર' અપાશે. આમ, પ્રથમવાર પોલીસ જવાનો મંદિર પરિસરમાં 'ગાર્ડ ઓફ ઓનર' (Guard of Honor) અપાશે. ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, રથયાત્રાને લઈને દરેક બાબતો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પોલીસ સામે રથયાત્રા દરમિયાન ક્રાઉડ મેનેજમેન્ટ એ સૌથી મોટો પડકાર હોય છે, જેનાં વ્યવસ્થાપન અંગે આ વખતે પણ સંપૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો - Kheda : સેવાલિયા બ્રિજ પર લાંબા સમય સુધી યુવતી લટકી રહી, પછી લગાવી મોતની છલાંગ!

ક્રાઉડ મેનેજમેન્ટ સૌથી મોટો પડકારઃ DCP વિશાલ ડબરાલા

DCP વિશાખા ડબરાલે વધુમાં જણાવ્યું કે, દર્શન માટે આવનાર ભક્તોની ભીડને નિયત્રંણ કરવા માટે પણ યોગ્ય વ્યવસ્થા કરાઇ રહી છે. રથયાત્રા અંગે નાની-નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેનાં તમામ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રથયાત્રા દરમિયાન ઇમરજન્સીની સ્થિતિમાં હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને પોર્કિગ વ્યવસ્થા અંગે માહિતી આપતા બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે. તેમણે શ્રદ્ધાળુઓને પોલીસની વ્યવસ્થા જાળવી રાખવા અને નિયમોનું પાલન કરવા અપીલ પણ કરી છે.

આ પણ વાંચો - Gondal : ટ્રાન્સપોર્ટરની કારને આંતરી મિત્ર પર અજાણ્યા શખ્સોએ છરી વડે કર્યો જીવલેણ હુમલો

Tags :
Ahmedabad PoliceDCP Visakha DabralGuard of HonorGUJARAT FIRST NEWSJagannath templeJamalpurRath Yatra 2025Top Gujarati New
Next Article