Download Apps
Home » અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે અવિસ્મરણીય સિધ્ધી, સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં રેકર્ડબ્રેક અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે અવિસ્મરણીય સિધ્ધી, સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં રેકર્ડબ્રેક અંગદાન

દેશની કોઇપણ સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ અંગદાન થયા હોય તેવી અમદાવાદ સિવિલ એકમાત્ર હોસ્પિટલ, આરોગ્યમંત્રી એ વીડિયો સંદેશના માધ્યમથી SOTTO અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમને અભિનંદન આપ્યા હ્તા
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચોવીસ કલાક એટલે કે, એક જ દિવસમાં રેકર્ડ બ્રેક ત્રણ અંગદાન થયા છે.દેશની સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ અંગદાન કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ એકમાત્ર હોસ્પિટલ બની છે. ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગદાનમાં મળેલી 6 કિડની અને 3 લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે. 
બ્રેઇનડેડ ભાવીનભાઇ પરમાર, ભાવનાબેન ઠાકોર અને જ્યોત્સનાબેન પારેખના અંગદાનની સુવાસ સમગ્ર ગુજરાતમાં ફેલાઇ છે. ત્રણેય અંગદાતાઓના અંગદાનથી રાજ્ય અને દેશના જરૂરિયાતમંદોના જીવનમાં સ્મિત રેલાયું છે. ચોવીક કલાકના સમયમાં ત્રણ વ્યક્તિઓનું અંગદાન સૂચક છે કે, સમાજમાં અને રાજ્યમાં હવે અંગદાન પ્રત્યે લોકજાગૃતી વધી છે. લોકોએ પોતે જ અન્ય જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવાની જવાબદારી પોતાના શીરે સ્વીકારી લીધી છે. 
ચોવીસ કલાકમાં થયેલ ત્રણ અંગદાનની વિગત જોઇએ તો 19 વર્ષના મહેમદાવાદના રહેવાસી ભાવીનભાઇ પરમાર બ્રેઇનડેડ થતા તેમની બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે. 65 વર્ષના જ્યોત્સનાબેન પારેખ કે જેઓ ગાંધીનગરમાં રહે છે.શારિરીક અસ્વસ્થતા ના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા.સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી. તેમના અંગોના રીટ્રાઇવલમાં બંને કિડની અને લીવરનું દાન મળ્યું. અને વિરમગામમાં રહેતા 40 વર્ષના ભાવનાબેન ઠાકોરને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તેઓને અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા.તેઓ પણ બ્રેઇનડેડ થતા તેમના બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે. આમ, સિવિલ હોસ્પિટલમાં 14 મહિનામાં 39 બ્રેઇનડેડ અંગદાતાઓના કરેલા અંગદાન થી 119 અંગો મળ્યા. જેમાં 33 લીવર, 59 કિડની, 5 સ્વાદુપિંડ, 6 હ્યદય, 4 જોડ હાથ અને 6 જોડ ફેફસાનો સમાવેશ થાય છે. આ તમામ અંગોએ 103 જરૂરિયાતમંદોના જીવનમાં ઉજાસ પાથર્યો છે. 
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અંગદાન ક્ષેત્રની અવિસ્મરમીય સિધ્ધી બદલ વીડિયો સંદેશના માધ્યમથી રાજ્યના SOTTO (State Organ And Tissue Trnasplant Organisation) ના કન્વીનર ડૉ. પ્રાજંલ મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ્ન્ટ ડૉ.રાકેશ જોષી અને તેમની ટીમ તેમજ અંગદાનની પ્રવૃતિ સાથે સંકળાયેલા દિલીપદેશમુખ જીના અથાગ પરિશ્રમ અને કામગીરીને બિરદાવી હતી.  સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી એ આ અદ્વિતીય સિધ્ધિને અત્યાર સુધીના 39 અંગદાતાઓ અને તેમના પરિવારજનોને સમર્પિત કરી હતી. લોકજાગૃતિના પરિણામે જ આજે અંગદાનની પ્રવૃતિએ વેગ પકડ્યો છે તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતુ. 
આ અભિનેત્રી હોળી પર ટોપલેસ થઈ, ગુલાલ સાથે પોઝ આપી, ટ્રોલ થઈ
આ અભિનેત્રી હોળી પર ટોપલેસ થઈ, ગુલાલ સાથે પોઝ આપી, ટ્રોલ થઈ
By Hiren Dave
ભારતમાં આ વિભિન્ન રીતે ઉજવાય છે હોળી
ભારતમાં આ વિભિન્ન રીતે ઉજવાય છે હોળી
By Harsh Bhatt
હોળીમાં ખવાતી વાનગીઓના છે આ ખાસ ફાયદા
હોળીમાં ખવાતી વાનગીઓના છે આ ખાસ ફાયદા
By Harsh Bhatt
હોળીનો તહેવાર ડાકોરના રણછોડરાયને દ્વાર
હોળીનો તહેવાર ડાકોરના રણછોડરાયને દ્વાર
By Harsh Bhatt
IPLની એક મેચ માટે કેટલા રુપિયા લે છે ચીયરલીડર્સ
IPLની એક મેચ માટે કેટલા રુપિયા લે છે ચીયરલીડર્સ
By Hiren Dave
માહીનો આ નવો લુક જોઈને તમે પણ કહેશો “થલા સબસે આલા”
માહીનો આ નવો લુક જોઈને તમે પણ કહેશો “થલા સબસે આલા”
By Harsh Bhatt
જેકલીનનો આ બોલ્ડ અંદાજ જોઈ તમે પણ થઈ જશો ક્લીન બોલ્ડ
જેકલીનનો આ બોલ્ડ અંદાજ જોઈ તમે પણ થઈ જશો ક્લીન બોલ્ડ
By Harsh Bhatt
થાઈ  હાઇ સ્લિટ ડ્રેસમાં કિઆરાએ ફ્લોન્ટ કર્યું ફિગર
થાઈ હાઇ સ્લિટ ડ્રેસમાં કિઆરાએ ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ અભિનેત્રી હોળી પર ટોપલેસ થઈ, ગુલાલ સાથે પોઝ આપી, ટ્રોલ થઈ ભારતમાં આ વિભિન્ન રીતે ઉજવાય છે હોળી હોળીમાં ખવાતી વાનગીઓના છે આ ખાસ ફાયદા હોળીનો તહેવાર ડાકોરના રણછોડરાયને દ્વાર IPLની એક મેચ માટે કેટલા રુપિયા લે છે ચીયરલીડર્સ માહીનો આ નવો લુક જોઈને તમે પણ કહેશો “થલા સબસે આલા” જેકલીનનો આ બોલ્ડ અંદાજ જોઈ તમે પણ થઈ જશો ક્લીન બોલ્ડ થાઈ હાઇ સ્લિટ ડ્રેસમાં કિઆરાએ ફ્લોન્ટ કર્યું ફિગર