Ahmedabad: Reels બનાવતા કાળ ભરખી ગયો! 3 યુવકોએ ગુમાવ્યો જીવ, 2ના મૃતદેહ મળ્યાં
- અમદાવાદની ફતેવાડી કેનાલમાં ડૂબી ગયા ત્રણ યુવકો
- સ્કોર્પિયો કાર સાથે રિલ બનાવતી વખતે સર્જાઈ દુર્ઘટના
- સ્કોર્પિયો કેનાલમાં ખાબકતી હોવાના CCTV આવ્યા સામે
Ahmedabad: અમદાવાદની ફતેવાડી કેનાલમાં ત્રણ યુવકો ડૂબી ગયા હોવાના સમાચાર સામે આવ્યાં હતાં. મળતી વિગતો પ્રમાણે સ્કોર્પિયો કાર સાથે રિલ બનાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. જેમા ત્રણેય યુવકે સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબક્યાં હતા. સ્કોર્પિયો કેનાલમાં ખાબકતી હોવાના CCTV પણ અત્યારે સામે આવ્યાં છે. 3 યુવકો સ્કોર્પિયો કાર લઈને રિલ્સ બનાવવા આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ ત્રણ યુવકો સ્કોર્પિયો કાર રિલ્સ બનાવવા માટે 3500 રૂપિયામાં ભાડેથી લાવ્યા હતાં. જો કે, એમને ક્યાં ખબર હતી કે, આજે તેમનો છેલ્લો દિવસ હશે?
આ પણ વાંચો: Rajkot: ત્રંબા ગામની પોપ્યુલર સ્કૂલના આવા કામ? વિદ્યાર્થીઓને ભણાવે છે ચોરીના પાઠ!
શોધખોળ દરમિયાન માત્ર 2 યુવકોના મૃતદેહ મળી આવ્યાં
નોંધનીય છે કે, ગઈ કાલે તેઓ ગાડી સાથે કેનાલમાં પડ્યાં હતા, ત્યારની શોધખોળ ચાલું હતું. જો કે, શોધખોળ દરમિયાન માત્ર 2 યુવકોના મૃતદેહ મળી આવ્યાં છે. યક્ષ પખોડિયા અને યશ સોલંકીનો મૃતદેહ અત્યાપે મળી આવ્યો છે. જ્યારે ક્રિશ નામના યુવકના મૃતદેહની શોધખોળ હજુ ચાલુ જ છે. નોંધનીય છે કે, યુવકોનું મોત થયાં તેમના પરિવારમાં અત્યારે ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ફાયર વિભાગની 3 ટીમ યુવકોની શોધખોળમાં લાગી હતી.
આ પણ વાંચો: Bhavnagar: 75 લાખ રૂપિયાની લૂંટ, ચિત્રા SBI બેંક બહારના સીસીટીવીમાં કેદ થઈ લૂંટની ઘટના
કાર અચાનક કેનાલમાં ખાબકી અને ત્રણેયને કાળ ભરખી ગયા
અમદાવાદની (Ahmedabad) ફતેવાડી કેનાલ ખાતે વાસણાનાં 3 યુવક કાલે સાંજે સ્કોર્પિયો કાર લઈને પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવવા માટે ત્રણેય યુવકો ત્યાં પહોંચ્યા હતા. દરમિયાન, તેમની કાર અચાનક કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ત્રણેય યુવક કેનાલમાં ડૂબ્યા હતા. આ ગોઝારી ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સ્થાનિકો દ્વારા આ અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવતા ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોને શોધવાની કામગીરી હાથ ધરી હતી.


