Ahmedabad : RTE પ્રવેશને લઈ રસાકસીનો માહોલ, ઓછી બેઠકો સામે વધુ અરજીઓ થઈ હોવાની વાત
- Ahmedabad મા RTE હેઠળ પ્રવેશ કાર્યવાહી સંદર્ભે પ્રવેશ ફાળવણી કરાશે
- રજીસ્ટ્રેશન કાર્યવાહી પૂર્ણ થયા બાદ લાયકાત ધરાવતા બાળકોને પ્રવેશ ફાળવણી થશે
- રાજ્યમાં 83 હજાર 387 બેઠક સામે 1 લાખ 85 હજાર 878 વિદ્યાર્થી પ્રવેશ માટે અરજી
- અમદાવાદમાં પણ 14 હજાર બેઠકો સામે 38 હજાર અરજી
- જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે સ્કૂલમાં જઈ પ્રવેશ કન્ફર્મ કરાવી દેવાનો રહેશે
Ahmedabad : આ વખતે પ્રવેશ માટે 2,42,500 અરજીઓ આવી હતી જેમાંથી 54,588 અરજીઓ રદ થઈ છે. જયારે ખૂટતા ડોક્યુમેન્ટ્સ (documents) તેમજ લાયક ન હોય તેવી 2034 અરજી રિજેક્ટ કરી દેવામાં આવી છે. રાઈટ ટુ એજ્યુકેશન (right to education) એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને (students) 4 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત અપાઈ હતી. એ પછી 23 એપ્રિલ સુધી મુદત લંબાવવાનો નિર્ણય કર્યો હતો. ફોર્મ ભરવાની મુદત લંબાવાતા 29 એપ્રિલના રોજ યોજાનાર પ્રથમ રાઉન્ડ આજે યોજાશે.
વડોદરાની સ્કૂલોમાં 4400 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે
ગત વર્ષે ૩338 સ્કૂલોમાં 4762 બેઠકો પર આરટીઈ હેઠળ પ્રવેશ અપાયો હતો અને આ વર્ષે 340 સ્કૂલોમાં 4400 બેઠકો ધો.1ના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. આમ ગત વર્ષ કરતા આરટીઈ હેઠળ પ્રવેશ માટે 362 બેઠકો ઘટી છે. કેટલીક સ્કૂલો એવી છે જે બે પાળીમાં ચાલે છે.અત્યાર સુધી આરટીઈ હેઠળ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને સવારની પાળીમાં કે બપોરની પાળીમાં પ્રવેશ આપવો તે સ્કૂલો નક્કી કરતી હતી.જોકે હવે સરકારે પ્રવેશ ફોર્મમાં વાલીઓને જ સવારની પાળી અથવા બપોરની પાળી પસંદ કરવાનો વિકલ્પ આપવાનું નક્કી કર્યું છે.
Ahmedabad : પ્રવેશ પ્રક્રિયામાં આ ડોકયુમેન્ટસ જરૂરી છે
અરજી કરતા પહેલા આ દસ્તાવેજો સ્કેન કરીને તૈયાર રાખવા - બાળકનું આધારકાર્ડ (આધારકાર્ડમાં નામ એક જ લાઈનમાં હોવું જોઈએ), બાળકનો જન્મનો દાખલો (નામની જોડણી અને ફોર્મેટ આધારકાર્ડ મુજબ હોવું જરૂરી છે), માતા-પિતાનું આધારકાર્ડ, રહેઠાણનો પુરાવો (રહેઠાણથી 6 કિ.મી.ની અંદરની ખાનગી શાળાઓ પસંદ કરી શકાશે), આવકનો દાખલો, બેંક પાસબુક (બાળકના નામની), બાળકનો પાસપોર્ટ સાઈઝ ફોટો, જાતિનો દાખલો (જો હોય તો), બીપીએલ કાર્ડ (જો હોય તો).
આ પણ વાંચો : શું તમારા બાળકની ઉંમર 6 વર્ષ છે? તમારા બાળકને ભણાવો Private School માં મફત!


