
સોની વેપારીઓને
ટાર્ગેટ બનાવી પડાવતા પૈસા
સાણંદ GIDC પોલીસ સ્ટેશનમાં એક વેપારીએ ધાડની ફરિયાદ નોંધાવી છે, જેમાં વેપારીએ
ફેસબુકના માધ્યમથી સસ્તું સોનું આપવાની લાલચ આપી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી
છે. સોની વેપારીને વિશ્વાસમાં લઇ સાણંદ ખાતે બોલાવ્યો હતો. જ્યાં વેપારીને ગાડીમાં
બેસાડી વિરમગામ સાણંદ હાઈવે રોડ ઉપર લઈ ગયા હતા. બાદમાં વેપારીને સોનાનો ટુકડો
બતાવી રૂપિયા પડાવવાની કોશિશ કરી હતી. જોકે વેપારીને વિશ્વાસ ન આવતા આરોપીઓએ વેપારીને છરી બતાવી
ધમકી આપી, તેની પાસે રહેલા 12 લાખ 65 હજાર રૂપિયા
લૂંટી લીધા. વેપારીને વિરમગામ સાણંદ હાઈવે ઉપર ઉતારી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે
બાબતે સાણંદ GIDC પોલીસ સ્ટેશનમાં
ગુનો નોંધાયો હતો.
વિરમગામ સર્કલ
પાસેથી ઝડપાયા આરોપીઓ
ગુનાની ગંભીરતાને
ધ્યાને રાખી ગ્રામ્ય SOGએ તપાસ હાથ ધરી
હતી. ત્યારે SOGને બાતમી મળી કે
ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સ્કોર્પિયો ગાડી લઈને વિરમગામથી ભુજ ખાતે જવાના છે.
બાતમીના આધારે SOG ની ટીમે વિરમગામ સર્કલ પાસે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી
પાડયા. ગ્રામ્ય SOG એ આરોપીઓને ઝડપી તેમની પાસેથી રૂ.5.65 લાખ રોકડા, 9 મોબાઈલ ફોન અને સ્કોર્પિઓ ગાડી સહિત 25 લાખ 47 હજારનો મુદ્દામાલ કર્યો છે
પાંચ આરોપીઓની
ગુનામાં સંડોવણી
ગ્રામ્ય SOG ની ટીમે ઝડપી પાડેલા આરોપીઓ છે મોહમ્મદ હનીફ સના, મહંમદ હુસેન લંઘા, અકબર માજોઠી, સિરાજુદ્દીન વીરા અને ઇમરાન જુણેજા. આરોપી મહંમદ હુસેન
ઉર્ફે મમલો લંઘા સામે અલગ અલગ 27 જેટલા ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. તેમજ અકબર મહેમુદ સામે એક અને મોહમ્મદ હનીફ સના સામે
બે, જ્યારે
સિરાજુદ્દીન વીરા સામે એક ગુનો નોંધાયો છે. તમામ આરોપીઓ ફેસબુક પર ફેક આઈડી બનાવી
ગુજરાત તથા અન્ય રાજ્યોના સોનાનાં વેપારીઓને સસ્તું સોનું આપવાની લાલચ આપી ગુનો
આચરતા હોવાની કબૂલાત કરી છે. તમામ આરોપીઓ કચ્છ જિલ્લામાં ચીટર ગેંગના સભ્યો
હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય SOG એ આરોપીઓની ધરપકડ
કરી આ રીતે કેટલા આરોપીઓને નિશાન બનાવ્યા છે તે અંગે વધુ પુછપરછ હાથ ધરી છે.