Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Sanand : સાણંદ જીઆઈડીસીમાં લાગેલી આગ કાબુમાં, રો-મટીરીયલ બળીને થયું ખાખ

Sanand જીઆઈડીસીમાં વન્ડર ગેટમાં આવેલ IPD કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાની સાથે કંપનીમાં દોડધામ મછી હતી અને કર્મચારીઓ જીવ બચાવવા માટે દોડયા હતા, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે, આગ લાગવાનું કારણ અકબંધ છે. ત્યારે આગ લાગતાની સાથે જ દૂર દૂર સુધી આગના ગોટા દેખાયા હતા.
sanand   સાણંદ જીઆઈડીસીમાં લાગેલી આગ કાબુમાં  રો મટીરીયલ બળીને થયું ખાખ
Advertisement
  • Sanand જીઆઈડીસીમાં લાગેલી આગ કાબુમાં
  • આગના ગોટા દૂર-દૂર સુધી દેખાયા
  • આગ લાગવાથી મટિરિયલ બળીને ખાખ
  • ફાયર વિભાગે આગને લીધી કાબુમાં
  • પોલીસની ટીમે તપાસનો કર્યો ધમધમાટ

Sanand : સાણંદ GIDCમાં વન્ડર ગેટમાં આવેલ IPD કંપનીમાં વિકરાળ આગ (fire) લાગી હતી, જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યુ હતુ અને આઈપીડી (ipd company) કંપનીમાં આગ લાગતા ફાયર બ્રિગેડને ફોન કરતા ઘટના સ્થળે પહોંચી હતી અને આગ લાગવાથી અફરાતફરી મચી હતી. આગ લાગવાથી મટિરિયલ બળીને ખાખ થઈ ગયું હતુ અને ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ (short cuircit) થવાથી આગ લાગી હોવાનું અનુમાન છે.

Sanand જીઆઈડીસીમાં લાગેલી આગ કાબુમાં

અમદાવાદ જિલ્લાના સાણંદ GIDC વિસ્તારમાં આવેલી વન્ડર ગેટ નજીકની IPD કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મુજબ કંપનીમાં રહેલા રો મટીરીયલમાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે ફેક્ટરી વિસ્તારમાં ધુમાડાના ગોટાળા જોવા મળ્યા હતા. આગના કારણે કંપનીમાં રહેલું મટીરીયલ બળી ખાખ થઈ ગયું છે, જેના કારણે આર્થિક નુકસાન થયાની શક્યતા છે. હાલ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

ahmedabad gujarat first

Advertisement

કંપનીમાં કર્મચારીઓ જીવ બચાવવા દોડયા હતા

સાણંદ GIDCમાં વન્ડર ગેટ નજીક આવેલી IPD નામની ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં રહેલો પાર્ટ્સનો જથ્થો અને ટ્રોલીઓ જોતજોતામાં આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેમાં આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતી હતી. એકાદ કલાકથી વધુ સમય સુધી કંપનીમાં આગ રહી હતી. આગના બનાવને પગલે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો : Ahmedabad Fire News: અમદાવાદમાં શ્યામલ ક્રોસ રોડ નજીક કોમ્પલેક્ષમાં આગ

Tags :
Advertisement

.

×