Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad News : સનાથલ ગામમાં પોલીસનું નાઈટ કોમ્બિંગ, અસામાજીક તત્વોમાં ફફડાટ

Ahmedabad News :  અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા (Law and Order) જાળવી રાખવા માટે સાણંદ ડિવિઝન પોલીસ (Sanand Division Police) દ્વારા સતત કામગીરી કરી રહ્યાં છે.  સનાથલ ગામ ખાતે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન એક વિશેષ ‘કોમ્બિંગ નાઈટ’ (Night Combing) નું આયોજન કરવામાં આવ્યું હતું.
ahmedabad news   સનાથલ ગામમાં પોલીસનું નાઈટ કોમ્બિંગ  અસામાજીક તત્વોમાં ફફડાટ
Advertisement
  • Ahmedabad News : અમદાવાદના સનાથલ ગામમાં પોલીસનું નાઈટ કોમ્બિંગ
  • અસામાજિક તત્વોમાં ફફડાટ, હિસ્ટ્રીશીટરોની તપાસ
  • ચાંગોદર અને બોપલ પોલીસની સંયુક્ત કામગીરી
  • કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો સઘન બંદોબસ્ત

Ahmedabad News :  અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા (Law and Order) જાળવી રાખવા માટે સાણંદ ડિવિઝન પોલીસ (Sanand Division Police) દ્વારા સતત કામગીરી કરી રહ્યાં છે.  સનાથલ ગામ ખાતે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન એક વિશેષ ‘કોમ્બિંગ નાઈટ’ (Night Combing) નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આ નાઈટ કોમ્બિંગ સાણંદના ડીવાયએસપી (DySP) નીલમબેન ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાંગોદર પોલીસ સ્ટેશનના PI એન.એચ. સવશેટા, ચાંગોદર પોલીસ સ્ટાફ, બોપલ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડના જવાનોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો.

Ahmedabad News :  ગુનેગારો પર પોલીસની બાજ નજર

આ નાઈટ કોમ્બિંગ દરમિયાન પોલીસે અગાઉના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ, એમસીઆર (MCR - Monitoring of Crime Register) તથા હિસ્ટ્રીશીટર (History Sheeters) આરોપીઓના ઘરે જઈને તપાસ કરી હતી. પોલીસનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આવા ગુનેગાર તત્વો ફરીથી કોઈ અસામાજિક પ્રવૃત્તિમાં ન જોડાય અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે. જો કે અમદાવાદ ગ્રામ્ય પોલીસની દ્વારા આકસ્મિક તપાસને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

Advertisement

સાણંદના DySP નીલમબેન ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ કરાયું પેટ્રોલિંગ

ઉલ્લેનીય છે કે પોલીસે નાઈટ કોમ્બિંગ કરતા સમયે અલગ-અલગ વિસ્તારમાં રહેતા આરોપીઓના ઘરે અચાનક જઈને તપાસ હાથ ધરી હતી. સાણંદના ડીવાયએસપી (DySP) નીલમબેન ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાંગોદર પોલીસ સ્ટેશનના PI એન.એચ. સવશેટા, ચાંગોદર પોલીસ સ્ટાફ, બોપલ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડના જવાનોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો.

આ પણ વાંચો -UPSC Prelims 2026: ગુજરાત સહિત દેશભરમાં UPSC પ્રિલિમ પરીક્ષા, IAS-IPS બનવા લાખો ઉમેદવારો મેદાને

Tags :
Advertisement

.

×