SanskarSat-1 : સંસ્કારધામનાં ધો. 7 થી 12 નાં 15 વિદ્યાર્થીઓએ બનાવ્યો અનોખો ઉપગ્રહ, આ તારીખે ISRO કરશે લોન્ચ
- Ahmedabad ના વિદ્યાર્થીઓનું અંતરિક્ષમાં મોટું કારનામું (SanskarSat-1)
- સંસ્કારધામ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બનાવ્યો ઉપગ્રહ
- ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓએ બનાવ્યો ‘સંસ્કારસેટ-1’
- ISRO દ્વારા આવતીકાલે થશે ‘સંસ્કારસેટ-1’નું લોન્ચિંગ
- વર્ગખંડથી અંતરિક્ષ સુધી સંસ્કારધામના વિદ્યાર્થીઓની ઉડાન
Ahmedabad : અમદાવાદથી એક ગૌરવસભર સમાચાર સામે આવ્યા છે, જ્યાં સંસ્કાર ધામ (Sanskardham) વિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ વર્ગખંડની સીમાઓ પાર કરી અંતરિક્ષ સુધી ઝંપલાવ્યું છે. અમદાવાદ સ્થિત સંસ્કાર ધામનાં ધોરણ 7થી 12 સુધીના માત્ર 15 વિદ્યાર્થીઓએ પોતે જ ડિઝાઇન કરી અને પરીક્ષણ કરેલો વિદ્યાર્થી ઉપગ્રહ 'સંસ્કાર સેટ-1' (SanskarSat-1) હવે ISRO દ્વારા આવતીકાલે અંતરિક્ષમાં લોન્ચ થવા જઈ રહ્યો છે.
અમદાવાદના વિદ્યાર્થીઓનું અંતરિક્ષમાં મોટું કારનામું
સંસ્કારધામ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બનાવ્યો ઉપગ્રહ
ધોરણ 7થી 12ના વિદ્યાર્થીઓએ બનાવ્યો ‘સંસ્કારસેટ-1’
ISRO દ્વારા આવતીકાલે થશે ‘સંસ્કારસેટ-1’નું લોન્ચિંગ@isro #Sanskardham #SanskarSat1 #ISRO #Ahmedabad #StudentSatellite… pic.twitter.com/YYpE6YHQb1— Gujarat First (@GujaratFirst) January 11, 2026
ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓએ બનાવ્યો ‘SanskarSat-1’
આ એક અનોખી અને દુર્લભ સિદ્ધિ છે, કારણ કે વિદ્યાર્થીઓએ એક વાસ્તવિક ઉપગ્રહ મિશન પર શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે કામ કર્યું છે. સંસ્કાર સેટ-1 (SanskarSat-1) એક નાનો ક્યુબસેટ છે, જે મુખ્યત્વે શૈક્ષણિક અને પ્રયોગાત્મક હેતુઓ માટે બનાવવામાં આવ્યો છે. આ ઉપગ્રહ દ્વારા વિદ્યાર્થીઓ ઉપગ્રહ અને પૃથ્વી વચ્ચેના સંચાર, ડેટા પ્રાપ્તિ અને વિશ્લેષણ જેવી મહત્ત્વપૂર્ણ પ્રક્રિયાઓને વાસ્તવિક રીતે સમજશે.
The pioneers behind India’s first satellite made by students developed by Laxman Gyanpith, Sanskardham are set to make history with its launch on 12 Jan 2026 at 10:17 AM from SDSC, Sriharikota. Live streaming at Vandana Hall, Sanskardham on 12 Jan 2026, 10 AM.#sanskarsat1 @isro pic.twitter.com/BWD6Aqqy9I
— SANSKARDHAM (@sanskardham_In) January 10, 2026
આ પણ વાંચો - Regional Vibrant Gujarat Summit : રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશભાઇ અંબાણીનું નિવેદન, આપ્યા આ 5 વચન!
ISRO દ્વારા આવતીકાલે થશે ‘સંસ્કારસેટ-1’નું લોન્ચિંગ
એટલું જ નહીં, વિદ્યાર્થીઓએ કૃષિ અને હવામાન નિરીક્ષણ માટે કેમ્પસમાં એક સ્વસંચાલિત હવામાન મથક પણ સ્થાપિત કરી તેનું સંચાલન કર્યું છે, જેના દ્વારા રિયલ-ટાઇમ ડેટા એકત્ર કરવામાં આવ્યો. ડિઝાઇન, ફેબ્રિકેશન, મિશન પ્લાનિંગ, એસેમ્બલી, ઇન્ટિગ્રેશન, ટેસ્ટિંગ અને ક્વોલિટી અશ્યોરન્સ જેવી વિવિધ ટીમોમાં વિભાજિત થઈ વિદ્યાર્થીઓએ (Students of Sanskardham) જે રીતે કામ કર્યું છે, તે નવી પેઢી માટે પ્રેરણારૂપ છે અને ભારતના ભવિષ્યના અંતરિક્ષ વિજ્ઞાન માટે આશાનું પ્રતિક બની રહ્યું છે.
આ પણ વાંચો - Rajkot: કરણભાઈ અદાણીએ કચ્છ માટે 1.5 લાખ કરોડના રોકાણની કરી જાહેરાત, વાંચો વધુ


