Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Science City : માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરના વિજ્ઞાન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

Science City : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)એ તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 121મા એપિસોડમાં ગુજરાતની શાન સમાન અમદાવાદ સાયન્સ સિટીનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.
science city   માત્ર ગુજરાત જ નહીં  પરંતુ દેશભરના વિજ્ઞાન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
Advertisement
  • Science City : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘મન કી બાત’માં અમદાવાદ સાયન્સ સિટીનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ
  • સાયન્સ સિટીમાં ભારતની સૌથી મોટી પબ્લિક એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરીમાં 79 વિવિધ પ્રકારના રોબોટ્સ, 8 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો નેચર પાર્ક
  • શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો સાથેનો સહયોગ સાયન્સ સિટીની કાર્યપ્રણાલીનો એક અભિન્ન ભાગ છે. આઈઆઈટી ગાંધીનગર અને માઈક્રોન જેવી અગ્રણી સંસ્થાઓના સહયોગથી 90થી વધુ STEM વર્કશોપ્સનું આયોજન કરાયું છે, જેમાં 125 શાળાઓના 7000થી વધુ વિદ્યાર્થીઓ અને 370થી વધુ શિક્ષકોને રોબોટિક્સ, કોડિંગ, 3D પ્રિન્ટીંગ, એસ્ટ્રોનોમી જેવા વિષયો પર તાલીમ અને પ્રાયોગિક જ્ઞાન મળ્યું છે
  • ત્રણ અત્યંત મહત્વપૂર્ણ ગેલેરીઓ – બ્રહ્માંડના રહસ્યો ખોલતી ‘એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’; માનવ શરીર અને જીવવિજ્ઞાનની ગહન સમજ આપતી ‘હ્યુમન એન્ડ બાયલોજીકલ સાયન્સ ગેલેરી’ અને ડિજિટલ ટેકનોલોજીની ક્રાંતિ દર્શાવતી ‘અનલિશીંગ ધ ડિજિટલ ફ્યુચર ગેલેરી’ નું નિર્માણકાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે.

Science City : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)એ તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 121મા એપિસોડમાં ગુજરાતની શાન સમાન અમદાવાદ સાયન્સ સિટીનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાને દેશના યુવાનોમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશન પ્રત્યે વધી રહેલી રુચિની પ્રશંસા કરતાં જણાવ્યું કે, આ બાબત ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. તેમણે છત્તીસગઢના દંતેવાડા જેવા વિસ્તારોમાં સ્થપાયેલા વિજ્ઞાન કેન્દ્રોની સકારાત્મક અસરની વાત કરી અને આ જ સંદર્ભમાં અમદાવાદ ખાતે આવેલ ગુજરાત સાયન્સ સિટીનો ઉલ્લેખ કર્યો હતો.

Tags :
Advertisement

.

×