ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GCCI દ્વારા વ્યાપાર છેતરપિંડી અટકાવવા માટે SIT પર બિઝનેસ એસોસિએશનો સાથે પરિસંવાદ

GCCI ની મહાજન સંકલન (સ્થાનિક) કમિટી એ વ્યવસાયિક છેતરપિંડી અટકાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પર બિઝનેસ એસોસિએશનો સાથે એક પરિસંવાદનું આયોજન  કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ વેપારી મંડળોના હોદ્દેદારોએ હાજરી આપી હતી.GCCIના પ્રમુખ પથિક પટવારીએ, GCCIના પ્રમુખ સહભાગીઓને આવકાર્યા હતા અને આ ઇન્ટરેક્ટિવ મીટિંગનો હેતુ જણાવ્યો હતો. તેમણે મસ્કતી મહાજન દ્વારા થતા  SITના  પ્રયાસોનà
04:05 PM Feb 18, 2023 IST | Vipul Pandya
GCCI ની મહાજન સંકલન (સ્થાનિક) કમિટી એ વ્યવસાયિક છેતરપિંડી અટકાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પર બિઝનેસ એસોસિએશનો સાથે એક પરિસંવાદનું આયોજન  કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ વેપારી મંડળોના હોદ્દેદારોએ હાજરી આપી હતી.GCCIના પ્રમુખ પથિક પટવારીએ, GCCIના પ્રમુખ સહભાગીઓને આવકાર્યા હતા અને આ ઇન્ટરેક્ટિવ મીટિંગનો હેતુ જણાવ્યો હતો. તેમણે મસ્કતી મહાજન દ્વારા થતા  SITના  પ્રયાસોનà
GCCI ની મહાજન સંકલન (સ્થાનિક) કમિટી એ વ્યવસાયિક છેતરપિંડી અટકાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પર બિઝનેસ એસોસિએશનો સાથે એક પરિસંવાદનું આયોજન  કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ વેપારી મંડળોના હોદ્દેદારોએ હાજરી આપી હતી.
GCCIના પ્રમુખ પથિક પટવારીએ, GCCIના પ્રમુખ સહભાગીઓને આવકાર્યા હતા અને આ ઇન્ટરેક્ટિવ મીટિંગનો હેતુ જણાવ્યો હતો. તેમણે મસ્કતી મહાજન દ્વારા થતા  SITના  પ્રયાસોની પ્રશંસા કરી હતી જેના થકી  વેપારીઓને ઉત્તમ માર્ગદર્શન મળે  છે જે કોર્ટની કાર્યવાહી દરમિયાન ઘણો નોંધપાત્ર સમય બચાવે  છે તેમજ ચુકવણીની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે.
પોલીસ વિભાગનો આભાર
ગૌરાંગ ભગત,  GCCIની કાર્યકારી સમિતિના સભ્ય અને મસ્કતી ક્લોથ મહાજનના પ્રમુખ એ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના (SIT)  વિશે માહિતી આપી. તેમણે ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને પોલીસ વિભાગનો SIT પ્રત્યેના ઉત્કૃષ્ટ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સૂચન કર્યું હતું કે તમામ વેપારી સંગઠનો એકસાથે  થવા જોઈએ , તેમનું  સામાન્ય બંધારણ હોવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. તેમણે  બિઝનેસ કરતી વખતે સામાન્ય દસ્તાવેજો તેમજ ઓડિટ રિપોર્ટ વગેરે અંગે સ્પષ્ટતા રાખવા જણાવ્યું હતું.
તેમણે ચેક રિટર્ન, ટ્રાન્સપોર્ટેશન, ડિલિવરી, માલસામાનમાં ભેળસેળ વગેરેમાં થતી છેતરપીંડી  અંગે મહત્વની માહિતી પૂરી પાડી હતી અને આગ્રહ કર્યો હતો કે આવા મુદ્દાઓથી ડર્યા વિના આપણે આ અંગે જાગૃતિ કેળવવાની જરૂર છે. તેમણે SIT દ્વારા હાથ ધરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરીના વિવિધ ઉદાહરણો પણ આપ્યા હતા.
છેતરપિંડીની વધતી ઘટનાઓ
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી કાપડ બજારમાં વચેટીયા અને વેપારીઓ માલ સામાનની ખરીદી કરી વિશ્વાસ સંપાદિત કર્યા બાદ માલ સામાન ની કિંમત ન ચૂકવી અને કરોડોનું ચીટીંગ કરતા હોવાની ઘટનાઓ વારંવાર બનતી રહી છે. ક્યારેક એસોસિએશન દ્વારા આવા વચેટીયાઓ અને વેપારીઓને માલ ન આપવા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ આવા વેપારીઓ અને દલાલો સાથે વહેવાર ન કરવા મહાજન તરફથી સૂચના આપવામાં આવી છે મહત્વનું છે કે અનેક વેપારીઓ આવા લે ભાગો તત્વોને કારણે કરોડો રૂપિયાના નુકસાનમાં આવી ગયા હતા ત્યારે હવે એસોસિએશન દ્વારા વેપારીઓ સાથે છેતરપિંડી ન થાય તેમનું નુકસાન ન થાય તે દિશામાં પણ વિશેષ કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો - રાજકોટ-અમદાવાદ હાઈવે પર સાયલા પાસે ચાંદીની લૂંટનો બનાવ બનતા ચકચાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBusinessAssociationsCrimeFraudGCCIGujaratFirstGujaratPoliceSIT
Next Article