ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Seventh Day School Case : વિદ્યાર્થીની હત્યા કેસમાં શાળાને ગુજરાત HC એ કર્યા આદેશ

હાઈકોર્ટે એવું પણ કહ્યું કે, શાળાએ સ્કૂલ સેફ્ટી પોલિસીની (School Safety Policy) ચુસ્ત અમલવારી કરવાની રહેશે.
05:56 PM Sep 17, 2025 IST | Vipul Sen
હાઈકોર્ટે એવું પણ કહ્યું કે, શાળાએ સ્કૂલ સેફ્ટી પોલિસીની (School Safety Policy) ચુસ્ત અમલવારી કરવાની રહેશે.
Sevanth day_Gujarat_first
  1. અમદાવાદની Seventh Day School માં વિદ્યાર્થીની હત્યાનો કેસ
  2. શાળાને મળેલી નોટિસ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી
  3. મૃત વિદ્યાર્થીની સ્મૃતિમાં શાળાને હાઈકોર્ટે કર્યો આદેશ
  4. 10 ટકા જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ સામાન્ય ફીમાં આપવા આદેશ
  5. દર વર્ષે 1000 વિદ્યાર્થીઓનો પ્રવેશ નજીવી ફીમાં કરવા સૂચન

Ahmedabad : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં (Seventh Day School Case) વિદ્યાર્થીની હત્યા કેસમાં મોટા સમાચાર આવ્યા છે. શાળાને મળેલી નોટિસ મામલે હાઈકોર્ટમાં (Gujarat High Court) થયેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં મૃત વિદ્યાર્થીની સ્મૃતિમાં શાળાને હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે શાળાને 10 ટકા જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ સામાન્ય ફીમાં આપવા આદેશ કર્યો છે. સાથે જ દર વર્ષે 1000 જેટલા વિદ્યાર્થીઓનો પ્રવેશ નજીવી ફીમાં કરવા સૂચન પણ આપ્યું છે. હાઈકોર્ટે એવું પણ કહ્યું કે, શાળાએ સ્કૂલ સેફ્ટી પોલિસીની (School Safety Policy) ચુસ્ત અમલવારી કરવાની રહેશે.

આ પણ વાંચો - Vadodara : ડભોઇનો લૂંટ કેસ ઉકેલાયો, ખૂંખાર આરોપી દબોચતી ગ્રામ્ય LCB

Seventh Day School ને હાઈકોર્ટે આપ્યા આદેશ

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં (Seventh Day School) 19 મી ઓગસ્ટે શાળા કેમ્પસની બહાર નયન નામના વિદ્યાર્થીની હત્યા થઈ હતી, જે બાદ શાળા સંચાલકો સામે વાલીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ગંભીર ઘટનામાં શાળાને નોટિસ પાઠવવામાં આવી હતી, જે મામલે હાઈકોર્ટમાં અરજી થતાં આજે સુનાવણી હાથ ધરાઈ છે. હાઈકોર્ટે મૃત વિદ્યાર્થીની સ્મૃતિમાં સેવેન્થ ડે સ્કૂલને સૂચન કર્યું છે કે 10 ટકા જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ સામાન્ય ફીમાં આપવા આવે અને દર વર્ષે 1000 જેટલા વિદ્યાર્થીઓનો પ્રવેશ નજીવી ફીમાં કરવા આવે.

આ પણ વાંચો -PM Modi Birthday : કેન્દ્રીય મંત્રી CR Patil ની અનોખી ઉજવણી, પહેલગામ હુમલા અંગે કહી આ વાત

CCTV અને સુરક્ષાની જવાબદારી શાળાની રહેશે: હાઇકોર્ટ

ઉપરાંત, DEO અને કમિશનર ઓફ સ્કૂલ્સને પણ પૂરતો સહકાર આપવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. શાળાએ સ્કૂલ સેફ્ટી પોલિસીની ચુસ્ત અમલવારી કરવાની રહેશે. સ્કૂલમાં CCTV અને સુરક્ષાની જવાબદારી શાળાની રહેશે. ઉપરાંત, શાળા ફિઝિકલ મોડમાં શરૂ કરવા અંગે વિચારણા કરાશે અને DEO એ બનાવેલ કમિટીમાં મૃતક વિધાર્થીના વાલી રચનાત્મક અને સુધારાત્મક સૂચનો આપી શકશે તેમ હાઈકોર્ટે જણાવ્યું છે. આગામી સુનાવણી 24 સપ્ટેમ્બરનાં રોજ હાથ ધરાશે.

આ પણ વાંચો - Vantara : SC થી મળી ક્લીનચીટ, વનતારાએ નિવેદન જાહેર કર્યું!

Tags :
#NayanAhmedabadDEOeducationGUJARAT FIRST NEWSGujarat High CourtSchool Safety PolicySeventh Day SchoolTop Gujarati News
Next Article