Shahibaug Underbridge : અમદાવાદીઓ માટે ખુશખબર, શાહીબાગ અંડરબ્રિજ 16 કલાક વહેલા શરૂ
- અમદાવાદનો Shahibaug Underbridge 16 કલાક વહેલો શરૂ કરી દેવાયો
- બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી પૂર્ણ થતાં અંડરબ્રિજ શરૂ કરાયો
- આજથી (28 જાન્યુઆરી) વાહન વ્યવહાર રાબેતા મુજબ પૂર્વવત થયો
- હવે દિલ્હી દરવાજાથી એરપોર્ટ તરફ જતા લોકોને હાલાકી નહીં પડે
Ahmedabad : અમદાવાદીઓ માટે એક રાહતનાં સમાચાર આવ્યા છે. શાહીબાગ અંડરબ્રિજ (Shahibaug Underbridge) નક્કી કરેલ મર્યાદાથી 16 કલાક વહેલો શરૂ કરી દેવાયો છે. બુલેટ ટ્રેનની કામગીરી (Bullet Train Projec) ઝડપથી પૂર્ણ થતાં આ અંડરબ્રિજ શરૂ કરાયો છે. શાહીબાગ અંડરબ્રિજ ખાતે આજથી (28 જાન્યુઆરી) વાહન વ્યવહાર રાબેતા મુજબ પૂર્વવત થયો છે. હવે, દિલ્હી દરવાજાથી એરપોર્ટ તરફ જતા લોકોને હાલાકી ભોગવવી નહીં પડે. છેલ્લા પાંચ દિવસ માટે આ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. અંડરપાસ બંધ હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Ahmedabad | અમદાવાદીઓ માટે ખુશખબર, Shahibaug Underbridge આજથી ફરી શરૂ | Gujarat First
શાહીબાગ અંડરબ્રિજ 16 કલાક વહેલો શરૂ કરી દેવાયો
બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી પૂર્ણ થતાં અંડરબ્રિજ શરૂ કરાયો
આજથી (28 જાન્યુઆરી) વાહન વ્યવહાર રાબેતા મુજબ પૂર્વવત થયો
હવે દિલ્હી દરવાજાથી એરપોર્ટ… pic.twitter.com/Uty0IR0rK7— Gujarat First (@GujaratFirst) January 28, 2026
Shahibaug Underbridge 16 કલાક વહેલો શરૂ કરી દેવાયો
અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Modi) ડ્રીમ પ્રોજેક્ટ્સ પૈકી એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી (Bullet Train Projec) ખૂબ જ ઝડપથી થઈ રહી છે. ત્યારે બુલેટ ટ્રેનની કામગીરીને પગલે સાવચેતીનાં ભાગરૂપે શહેરનાં વ્યસ્ત અંડરબ્રિજ પૈકી એક શાહીબાગ અંડરબ્રિજને 5 દિવસ માટે બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, હવે સમાચાર આવ્યા છે કે નક્કી કરેલ મર્યાદાનાં 16 કલાક પહેલા શાહીબાગ અંડરબ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો કરાયો છે.
આ પણ વાંચો - Bhavnagar : બગદાણા કેસમાં SITની મોટી કાર્યવાહી : નવનીત બાલધિયા હુમલા મામલે બગદાણાના ત્રણ શખ્સોની પૂછપરછ
બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી પૂર્ણ થતાં અંડરબ્રિજ ફરી શરૂ કરાયો
માહિતી અનુસાર, બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી પૂર્ણ થતાં અંડરબ્રિજ ફરી શરૂ કરાયો છે. આજથી (28 જાન્યુઆરી) વાહન વ્યવહાર રાબેતા મુજબ પૂર્વવત થયો છે. હવે, દિલ્હી દરવાજાથી એરપોર્ટ (Ahmedabad Airport) તરફ જતા લોકોને હાલાકી નહીં પડે. શાહીબાગ અંડરબ્રિજથી દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં વાહનચાલકો પ્રસાર થતા હોય છે. બુલેટ ટ્રેનની કામગીરીને પગલે છેલ્લા પાંચ દિવસ માટે આ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. અંડરપાસ બંધ હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો - Bharuch સ્ટેશન રોડ પર આવેલ 200 વર્ષ જૂની દરગાહ તોડી પડાઇ : વિકાસના નામે કાર્યવાહી


