Ahmedabad News: "શિક્ષણ પર ધ્યાન આપો, પૈસાની પાછળ દોડમાં બાળકોને ન ભૂલો" CM Bhupendra Patel ની વાલીઓને શીખ
Shala Praveshotsav 2026: રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉન્નત બનાવવા અને દરેક બાળકને શિક્ષણના પ્રવાહમાં જોડવાના ઉમદા હેતુ સાથે યોજાતા 'રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'નો સાણંદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે.
Advertisement
Ahmedabad News: રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉન્નત બનાવવા અને દરેક બાળકને શિક્ષણના પ્રવાહમાં જોડવાના ઉમદા હેતુ સાથે યોજાતા 'રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ (Shala Praveshotsav 2026) અને કન્યા કેળવણી મહોત્સવ'નો સાણંદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે. સાણંદની આદર્શ પીપણ પ્રાથમિક શાળા અને મોડલ સ્કૂલ ખાતે મુખ્યમંત્રીએ નમૂનેદાર રીતે બાળકોને શાળા પ્રવેશ કરાવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.

