લોકપ્રિય સિંગર કિંજલ દવેના પરિવારના વિરોધમાં બ્રહ્મ સમાજમાં સૂર ઉઠ્યો
- તાજેતરમાં કિંજલ દવેએ ધ્રુવિન શાહ જોડે સગાઇ કરી લીધી છે
- લાંબા સમયથી કિંજલ દવેની સગાઇ અને લગ્ન અંગેની અટકળો ચાલી રહી હતી
- સગાઇ બાદ બ્રહ્મ સમાજ લાલઘૂમ થયો હોવાનું સામે આવ્યું
Singer Kinjal Dave Family Social Boycott : તાજેતરમાં લોકપ્રિય સિંગર કિંજલ દવે દ્વારા ગુપચૂપ રીતે, નિકટવા વ્યક્તિઓની હાજરમાં સગાઇ વિધિ સંપન્ન કરવામાં આવી છે. કિંજલ દવેએ પોતાના જીવન સાથી તરીકે એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહની પસંદગી કરી છે. 6 ડિસેમ્બરના રોજ બંનેની સગાઇની તસ્વીરો-વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યા હતા. જે બાદ હવે આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રાહ્મ સમાજ લાલઘૂમ થયો છે. અને તાજેતરમાં મળેલી સમાજની બેઠકમાં લલિત સિંગર કિંજલ દવેના પરિવારને બહિષ્કૃત કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે સામાજીક મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે.
શિહોરી ખાતે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો
તાજેતરમાં લોકપ્રિય સિંગર કિંજલ દવેએ લાંબા સમયના ડેટિંગ પાર્ટનર ધ્રુવિન શાહ જોડે સગાઇ કરી લીધી છે. આ સગાઇના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યા, ત્યારે તેની જાણ લોકોને થઇ હતી. આ ઘટના બાદ આંતરજ્ઞાતિય લગ્નના મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ લાલઘૂમ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની બેઠકમાં આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
આવકારનાર સામે કડક પગલાં લેવાની જાહેરાત
કિંજલ દવેના પિતા લલિત દવે અને પ્રહ્લાદ જોષીને આજીવન સમાજની બહાર કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનાર સામે કડક પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ સમાજના કોઇ પણ પ્રસંગમાં તેમને નહીં આવકારવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ વાત સપાટી પર આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
અનેક ચર્ચાઓ-અટકળોએ સ્થાન લીધું
અત્રે ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેની અગાઉ સગપણ નક્કી થયું હતું. પરંતુ તે વાત આગળ વધી શકી નહતી. ત્યાર બાદથી કિંજલ દવે કોને પોતાનો જીવનસાથી બનાવશે, તેને લઇને અનેક ચર્ચાઓ-અટકળોએ સ્થાન લીધું હતું. આખરે કિંજલ દવેએ જીવન સાથે તરીકે ધ્રુવિન શાહની પસંદગી કરી હતી. પરિવારના સમર્થકોએ આ નિર્ણયને વધાવી લીધો હતો, જ્યારે સમાજમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે.
આ પણ વાંચો ------- Junagadh: રખડતા શ્વાનનો આતંક, મુંઢિયા રાવણી ગામે લાભુબેન દેગામા લોહીલુહાણ