Bopal Ashok Pan Parlour પર ત્રાટકી પોલીસ: લાખોની E-Cigarette સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ
SMC Raid Ahmedabad: ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell - SMC) ની ટીમને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પ્રતિબંધિત ઈ-સિગારેટ અને વેપ્સનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે SMCના પોલીસ ઇન્સ્પેક્ટર એ. જે. ચૌહાણ અને તેમની ટીમે અમદાવાદ ગ્રામ્યના સાઉથ બોપલ (South Bopal) વિસ્તારમાં આવેલા એક પાન પાર્લર પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ સફળ રેડ બાદ સમગ્ર મામલાની કાનૂની કાર્યવાહી માટે બોપલ પોલીસ સ્ટેશન (Bopal Police Station) ખાતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અશોક પાન પાર્લરમાંથી પ્રતિબંધિત વેપ્સ અને રોકડ સહિત રૂ. 1.89 લાખનો મુદ્દામાલ જપ્ત
SMCની ટીમે સાઉથ બોપલના સન સાઉથ પાર્ક (Sun South Park) માં આવેલી શોપ નંબર 11, અશોક પાન પાર્લર (Ashok Pan Parlour) માં દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન દુકાનમાંથી ભારતમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત એવી 42 નંગ ઈ-સિગારેટ (E-Cigarettes / Vaping Devices) અને તેના રિફિલનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. 1,26,000/- થાય છે. આ ઉપરાંત પોલીસ રેડ દરમિયાન ઘટનાસ્થળેથી રૂ. 50,000/- ની કિંમતનો 1 મોબાઈલ ફોન અને રૂ. 13,540/- ની રોકડ રકમ મળી આવી હતી. આમ, પોલીસે કુલ રૂ. 1,89,540/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એક આરોપીની ધરપકડ, ઈ-સિગારેટ સપ્લાય કરનારા બે હોલસેલર વોન્ટેડ
આ ગેરકાયદેસર વેચાણના કેસમાં પોલીસે સ્થળ પરથી એક આરોપી હર્ષિલ પ્રશાંતભાઈ શાહ (Harshil Prashantbhai Shah) (રહે. E-802, ઇમ્પિરિયલ સિદ્ધિપ્રિયા, બોપલ ઘુમા એક્સટેન્શન રોડ, સાઉથ બોપલ) ને ઝડપી પાડી બોપલ પોલીસને સોંપ્યો છે. આ કેસમાં કાયદાના ભંગ બદલ ધ સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2003 (COTPA) ની કલમ 7, 8 અને ધ પ્રોહિબિશન ઓફ ઈલેક્ટ્રિક સિગારેટ્સ એક્ટ 2019 ની કલમ 7, 8, 20 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ પ્રતિબંધિત જથ્થો અમદાવાદના બે મોટા સપ્લાયર્સ પાસેથી મેળવવામાં આવ્યો હતો. આથી પોલીસે માલ સપ્લાય કરનાર (1) વિકી મારવાડી (Vicky Marvadi) (રહે. જીવરાજ પાર્ક, વેજલપુર પાસે) અને (2) તાહિર (Tahir) (રહે. કાલુપુર, અમદાવાદ) ને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Ahmedabad : બિસ્કિટની આડમાં યુવાધનની બરબાદી! એક ખેપિયા પાસેથી 14 કરોડનું ડ્રગ્સ જપ્ત


