SMC Raid Ahmedabad: SMC ની મોટી કાર્યવાહી, અમદાવાદ અને ગાંધીનગરના 4 હુક્કાબાર પર દરોડા, રૂ. 2.72 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ગેરકાયદે ધમધમતા હુક્કાબાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે લાલ આંખ કરી છે. SMC દ્વારા એકસાથે ચાર અલગ-અલગ સ્થળોએ ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ગાંધીનગરના ટેમ્પેશન કાફે, અમદાવાદના TC's લાઉન્જ, ચાંદખેડાના કિંગ્સ કાફે અને સરખેજના જેકલ લાઈવ કેફેને ટાર્ગેટ કરાયા હતા. આ સપાટામાં માલિકો અને મેનેજરો સહિત અનેક લોકો ઝડપાઈ ગયા છે.
Advertisement
SMC Raid Ahmedabad : ગાંધીનગર અને અમદાવાદ: રાજ્યમાં ગેરકાયદે રીતે ચાલતી પ્રવૃત્તિઓ અને હુક્કાબાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અત્યંત આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે SMC ની ટીમે અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં આવેલ ચાર જાણીતા કાફે અને હુક્કાબાર પર એકસાથે ત્રાટકીને મોટી રેડ પાડી હતી, જેના કારણે સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

