અમીનાબાનુને સાથે રાખી SOGએ કરાવ્યું ક્રાઈમ રીકન્સ્ટ્રક્શન, જુઓ વીડિયો
લેડી ડ્રગ્ઝ માફિયા ડોન અમીના બાનુની એસઓજી ક્રાઈમે ધરપકડ કરી લીધી છે ત્યારે આજે કુખ્યાત અમીના બાનું છેલ્લા કેટલાય વર્ષોથી સફેદ ઝેરનો ધંધો એટલેકે એમ.ડી ડ્રગ્ઝનો ધંધો કરતી હતી આજે એસઓજી ક્રાઈમ બ્રાંચ દ્વારા અમીના બાનુંને સાથે રાખીને કાલુપુર સ્થિત આવેલા ભંડેરીના પોળમાં તેના ઘરે રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. એસઓજી ક્રાઈમ બ્રાંચનાએ પોલીસ ઇન્પેકટર અને અન્ય ૦૩ જેટલા પીએસઆઈ à
Advertisement
લેડી ડ્રગ્ઝ માફિયા ડોન અમીના બાનુની એસઓજી ક્રાઈમે ધરપકડ કરી લીધી છે ત્યારે આજે કુખ્યાત અમીના બાનું છેલ્લા કેટલાય વર્ષોથી સફેદ ઝેરનો ધંધો એટલેકે એમ.ડી ડ્રગ્ઝનો ધંધો કરતી હતી આજે એસઓજી ક્રાઈમ બ્રાંચ દ્વારા અમીના બાનુંને સાથે રાખીને કાલુપુર સ્થિત આવેલા ભંડેરીના પોળમાં તેના ઘરે રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. એસઓજી ક્રાઈમ બ્રાંચનાએ પોલીસ ઇન્પેકટર અને અન્ય ૦૩ જેટલા પીએસઆઈ અને કોન્સ્ટેબલ એમ કુલ મળીને 10થીવધુ પોલીસ કર્મીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી મહત્વનું છે
સૌ પ્રથમ મહિલા ડ્રગ્ઝ ડીલર એવી અમીના બનું ઉર્ફે ડોનની ધરપકડ કરીનેએસઓજી ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ નહી પરંતુ સમગ્ર ગુજરાતની ડ્રગ્ઝની સિન્ડીકેટની કમર તોડી નાખવાનો સફળ પ્રયાસ કર્યો છે. વધુમાં જો વાત કરવામાંઆવે તો એસઓજી ક્રાઈમ બ્રાન્ચે મહિલા ડ્રગ્ઝ માફિયા ડીલર અમીના બાનુંના ઘરેથી કેટલાક દસ્તાવેજી પુરાવો તથા મોબાઈલ નંબર,પેડલરના નામ અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો
નફફટ મહિલા ડ્રગ્ઝ ડીલર
એકાદ મહિનાથી એસઓજી ક્રાઈમ તપાસમાં હતી
વેશ પલટો કરીને એસઓજી ક્રાઈમ ભંડેરી પોળમાં હતી
ભર્યા તળાવ માંથી કોરા ઉભા થવાની નીતિ અમીના બાનું
મુંબઈ અન્ડર વલ્ડ સાહે ઘરેબો રાખનારી અને એક જમાનામાં અમદાવાદ દારૂની રેલમછેલ કરનારા એવા લતીફના અને અબ્દુલ વહાબ ના સમયથી દારૂના ધંધાથીપોતાની કારકિર્દી ઉભી કરનારી મહિલા ડ્રગ્ઝ ડીલરની એસઓજી ક્રાઈમ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે કોર્ટે બે દિવસના રિમાન્ડ પણ મંજુર કર્યા છે તોહવે એસઓજી ક્રાઈમની કસ્ટડીમાં આવેલા અમીના ડોનની મેરેથોન પૂછપરછ હાથ ધરવામાં આવશે અને મુંબઈ અને ગુજરાતમાં ડ્રગ્ઝના આ આખાય નેક્સેસનેતોડી પાડવા માટે થઈને અમીના બાનું પાસેથી ઘણાં એવા પેડલરોના નામ નજીકના સમયમાં સામે આવી શકવાણી સંભાવના સેવાઈ રહી છે.
કુખ્યાત અમીના બાનું એસઓજી ક્રાઈમની ગિરફતમાં
૧૦૦ જેટલા પેડલરો અને મુંબઈ થી ગુજરાતમાં ડ્રગ્ઝ સપ્લાય કરવાની આખીય મોડેસ ઓપરેન્ડીની જાણકાર એવી અમીના બાનું ડ્રગ્ઝ માફિયા લેડીહાલ અમદાવાદ એસઓજી ક્રાઈમની કસ્ટડીમાં આવી ગઈ છે, જો વાત કરવામાં આવે અમીના બાનુંની મોડેસ ઓપરેન્ડીની તો અમીના બાનું પોતનામકાન માંજ એમ.ડી ડ્રગ્ઝનો ધંધો કરતી હતી અને તેના મકાન થી લઈને પોળના નાકા સુધી પોતાના વોચર ગોઠવીને રાખતી હતી તદઉપરાંત પોતાન વિસ્તારમાંઅમીના બાનુંની ધાક એટલી બધી હતી જેના લીધે અમીના બાનું ડોન તરીકે ઓળખાવા લાગી હતી. મુંબઈના ડ્રગ્ઝ માફિયા સીન્ડીકેટ હોય કે પછી ડ્રગ્ઝ કાર્ટીલો હોયતેની સાથે અમીના બાનું લાઈવ કોન્ટેક્ટમાં રહેતી હતી અને મુંબઈ થી વડોદરા થઈને અમદાવાદમાં ડ્રગ્ઝનો જથ્થો મંગાવતી હોવાની હકીકત સામે આવી છે.ત્યારે હાલ એસઓજી ક્રાઈમના હાથે લાગેલા તમમાં પુરાવો આવનારા સમયમાં ઘણાં ફળદાયી નીવડશે.


