Ahmedabad: સોલા સિવિલના તબીબોએ જીત્યું દિલ: સાજા થયા પણ વૃદ્ધાએ હોસ્પિટલ છોડવાની પાડી ના, જુઓ
- Ahmedabad Sola Civil Hospital માં તબીબો અને દર્દી વચ્ચે અનોખી લાગણી
- મહેસાણાના મધુબેને બંને આંખોના મોતિયાનું સફળ ઓપરેશન કરાવ્યું
- વૃદ્ધ દાદીએ ઘરે જવાને બદલે હોસ્પિટલમાં રહેવાની જીદ કરી
Ahmedabad Sola Civil Hospital:આમ તો સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital) માં અનેક રેસીડેન્સ તબીબો (Resident Doctors) ના દર્દીઓ સાથે ગેરવર્તુળ કરી હોવાનો વિડિયો અનેક સામે આવ્યો છે. પરંતુ આજે સોલા સિવિલ હોસ્પિટલમાં રેસીડન્ટ તબીબોની કામગીરીને બિરદાવતો એક વિડિયો સામે આવ્યો છે. જેમાં સારવાર કરાવવા માટે આવેલા એક વૃદ્ધ દાદી (Patient) ને સિવિલ હોસ્પિટલના તબીબો સાથે એવો લગાવ થયો કે તેઓ ઘરે જવા માંગતા નહોતા. નાના છોકરાની જેમ ઘરે ન જવા માટે આ દાદીએ જીદ પકડી હતી.
Ahmedabad Sola Civil Hospital:ઓપરેશન પહેલાંનો પડકાર
મહેસાણા જિલ્લાના એક ગામના વતની મધુબેન (Madhuben) ને તેમની બંને આંખોમાં મોતિયો પાકી ગયો હોવાથી સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલના આંખ વિભાગ (Ophthalmology Department) માં લાવવામાં આવ્યા હતા. મધુબેન વધતી ઉંમરની સાથે માનસિક રીતે પણ થોડા અસ્વસ્થ હતા, જેના કારણે તેમની સારવાર કરવી એ તબીબો માટે મોટો પડકાર હતો. જ્યારે ઓપરેશનની તૈયારી શરૂ કરવામાં આવી, ત્યારે તેઓ બેડ પર શાંત બેસતા નહોતા અને કોઈની વાત માનતા નહોતા. ખાસ કરીને તેમને એનેસ્થેશિયા (Anesthesia) આપવું ખૂબ મુશ્કેલ હતું. જોકે, હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ (Nursing Staff) એ ભારે ધીરજ દાખવી, પ્રેમથી સમજાવટ કરી અને આખરે એક આંખનું સફળ ઓપરેશન પાર પાડ્યું.
Ahmedabad Sola Civil Hospital:એક પછી એક બંને આંખોનું સફળ ઓપરેશન
પ્રથમ ઓપરેશન બાદ મધુબેનને ઘણું સારું લાગ્યું અને તેમનો તબીબો પર વિશ્વાસ વધ્યો. આથી ત્રણ દિવસ બાદ તેમની બીજી આંખનું પણ મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું. આ થોડા દિવસોના રોકાણ દરમિયાન મધુબેન અને રેસિડેન્ટ ડોક્ટરો વચ્ચે એક અનોખો અને ભાવનાત્મક સંબંધ બંધાઈ ગયો હતો. તબીબોએ માત્ર સારવાર જ નહીં, પણ એક પરિવારના સભ્યની જેમ તેમની સંભાળ રાખી હતી.
"મારે ઘરે નથી જવું"
સામાન્ય રીતે દર્દીઓ વહેલી તકે હોસ્પિટલમાંથી રજા મળે તેની રાહ જોતા હોય છે, પરંતુ મધુબેનની બાબતમાં ઉલટું જોવા મળ્યું. જ્યારે તેમને રજા આપવામાં આવી, ત્યારે તેમણે નાના બાળકની જેમ જીદ પકડી કે તેમને ઘરે નથી જવું. તેમને હોસ્પિટલનું વાતાવરણ અને તબીબોની સેવા એટલી ગમી ગઈ હતી કે તેઓ પોતાના દીકરા સાથે વાત કરવા પણ તૈયાર નહોતા. તેઓ આંખમાં ટીપાં નાખવા જેવી સામાન્ય પ્રક્રિયા પણ માત્ર સોલા સિવિલના તબીબો પાસે જ કરાવવાનો આગ્રહ રાખતા હતા.
હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટની મધ્યસ્થી અને ભાવભીની વિદાય
ઘણી સમજાવટ બાદ તેઓ ઘરે તો ગયા, પરંતુ થોડા જ સમયમાં ફરી જીદ કરીને દીકરા સાથે હોસ્પિટલ પરત આવી પહોંચ્યા. સ્થિતિ એવી સર્જાઈ કે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ (Superintendent) ડો. દીપિકા (Dr. Deepika) એ પોતે મધ્યસ્થી કરવી પડી. તેમણે મધુબેનને ખૂબ જ પ્રેમ અને ધીરજથી સમજાવ્યા. આખરે, ફરી એકવાર સ્વાસ્થ્ય તપાસ કરી અને લાગણીસભર સમજાવટ બાદ મધુબેન ઘરે જવા તૈયાર થયા. સોલા સિવિલના તબીબોની આ સંવેદનશીલતાએ લોકોના દિલ જીતી લીધા છે.
આ પણ વાંચોઃ Vadodara: મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, 2 રાજ્યના CM રહેશે ઉપસ્થિત


