Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

"IAS-IPS બન્યા પછી સ્વભાવ કડક ન કરતા..." જાણો હર્ષભાઈ સંઘવીએ નવા અધિકારીઓને શું આપી સલાહ?

Deputy CM Gujarat: SPIPA દ્વારા આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) એ UPSC પાસ કરનારા 35 ગુજરાતી ઉમેદવારોનું સન્માન કર્યું હતું. તેમણે બદલાતા ગુજરાતનો ચિતાર આપતા નવા IAS-IPS અધિકારીઓને જમીન સાથે જોડાયેલા રહીને કામ કરવા અને ગરીબ માતા-પિતા પ્રત્યે ક્યારેય શરમ ન અનુભવી તેમનું સદાય સન્માન કરવાની હૃદયસ્પર્શી અપીલ કરી હતી.
 ias ips બન્યા પછી સ્વભાવ કડક ન કરતા     જાણો હર્ષભાઈ સંઘવીએ નવા અધિકારીઓને શું આપી સલાહ
Advertisement

Motivational Speech Harshbhai Sanghavi: ગુજરાતમાંથી UPSC ની કઠિન પરીક્ષા પાસ કરીને દેશ સેવામાં જોડાવા જઈ રહેલા 35 જેટલા નવયુવાન ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે SPIPA ખાતે ખાસ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તમામ સફળ ઉમેદવારોને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે ગુજરાતના યુવાનોને વૈશ્વિક સ્તરે તૈયાર કરવા બદલ સમગ્ર SPIPA ની ટીમને પણ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

'ગુજરાતી એટલે માત્ર વેપારી નહીં': નાયબ મુખ્યમંત્રી

પોતાના સંબોધન દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જૂના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, વર્ષો પહેલા UPSC ની પરીક્ષામાં ગુજરાતમાંથી માંડ એકાદ ઉમેદવાર પાસ થતો હતો. તે સમયે એવી છાપ હતી કે ગુજરાતી એટલે માત્ર વેપારી પ્રજા (Business Community). પરંતુ આજે આ ૩૫ યુવાનોની સફળતાએ સાબિત કરી દીધું છે કે ગુજરાતના યુવાનો વહીવટી સેવાઓમાં પણ ડંકો વગાડી શકે છે.

Advertisement

નવા આઈએએસ-આઈપીએસ અધિકારીઓને મહત્વની ટકોર

હર્ષભાઈ સંઘવીએ દેશના થનારા ઉચ્ચ અધિકારીઓને ખૂબ જ માર્મિક અને સંવેદનશીલ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, IAS કે IPS બન્યા પછી સ્વભાવ કડક કે અહંકારી ન થવો જોઈએ. જે લોકો જમીન સાથે જોડાયેલા (Grounded) રહેશે, તેમને કરિયરમાં ક્યારેય વાંધો નહીં આવે. તેમણે આઈપીએસ (IPS) અધિકારીઓને ટકોર કરી હતી કે જો તેઓ પોતે પોલીસ સ્ટેશન (Police Station) માં બેસશે, તો જ સામાન્ય જનતાની સાચી સમસ્યાઓનો ખ્યાલ આવશે. લોકસેવક બન્યા પછી લોકોના દિલમાં તમારા પ્રત્યે જે પ્રેમ છે, તે ક્યારેય ઓછો ન થવો જોઈએ.

Advertisement

માતા-પિતાના સન્માન અંગે આપી ભાવુક સલાહ

કાર્યક્રમના અંતમાં તેમણે કડક શબ્દોમાં વહીવટી અધિકારીઓને પોતાના પરિવારની ગરિમા જાળવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, "આજે તમે જે સ્થાન પર પહોંચ્યા છો, તેના માટે તમે તમારા માતા-પિતાના આભારી છો. જો કોઈના માતા-પિતા ગરીબ હોય, તો અધિકારી બન્યા પછી તેમનાથી ક્યારેય શરમ અનુભવતા નહીં. જે વ્યક્તિ પોતાના માતા-પિતાનું સન્માન નથી કરી શકતો, તે સમાજ કે દેશનું શું ભલું કરવાનો?" તેમણે ઉમેર્યું કે જો તમે માતા-પિતાને ભૂલી જશો, તો જીવનમાં ક્યારેય સાચી સફળતા મેળવી શકશો નહીં.

આ પણ વાંચો: Chintan Shibir: પાસાની ફાઈલ અને 'સ્વચ્છતા' મુદ્દે હર્ષભાઇ સંઘવી લાલઘૂમ: કલેક્ટરોને આપી કડક ચેતવણી!

Tags :
Advertisement

.

×