ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

“AB-PMJAY-MAA” યોજનામાં ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકાર એક્શન મોડ પર

અહેવાલ - સંજય જોશી પોલીસી વર્ષ-૭ અને ૮ દરમિયાન સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા ૮૩૨ હોસ્પિટલોની તપાસ કરાઇ જેમાં ૯ હોસ્પિટલ સસ્પેન્ડ, ૧ હોસ્પિટલને ડિ-એમ્પેનલ અને ૧ હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી ઉપરાંત અંદાજિત રૂા.૨ કરોડથી વધુનો દંડ કરાયો છે. એ.બી.-...
11:15 PM Sep 13, 2023 IST | Hardik Shah
અહેવાલ - સંજય જોશી પોલીસી વર્ષ-૭ અને ૮ દરમિયાન સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા ૮૩૨ હોસ્પિટલોની તપાસ કરાઇ જેમાં ૯ હોસ્પિટલ સસ્પેન્ડ, ૧ હોસ્પિટલને ડિ-એમ્પેનલ અને ૧ હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી ઉપરાંત અંદાજિત રૂા.૨ કરોડથી વધુનો દંડ કરાયો છે. એ.બી.-...

અહેવાલ - સંજય જોશી

પોલીસી વર્ષ-૭ અને ૮ દરમિયાન સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા ૮૩૨ હોસ્પિટલોની તપાસ કરાઇ જેમાં ૯ હોસ્પિટલ સસ્પેન્ડ, ૧ હોસ્પિટલને ડિ-એમ્પેનલ અને ૧ હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી ઉપરાંત અંદાજિત રૂા.૨ કરોડથી વધુનો દંડ કરાયો છે.

એ.બી.- પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત નાગરિકોને ગુણવત્તા સભર સારવાર મળે અને લાભાર્થીઓ સાથે ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ  છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલીસી વર્ષ-૭ અને ૮ દરમિયાન ૮૩૨ જેટલી હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ૯ હોસ્પિટલોને સસ્પેન્ડ, ૧ હોસ્પિટલને ડિ-એમ્પેનલ અને ૧ હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે તથા અંદાજિત રૂા.૨ કરોડથી વધુનો દંડ કરાયો છે તેમ, “પી.એમ.જે.એ.વાય.-મા”ના મદદનીશ નિયામક ની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર “એ.બી.-પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત ઓપરેશનો માટે રૂપિયા ૧૦ લાખનું વિનામૂલ્યે આરોગ્યકવચ આપવામાં આવે છે.  આ યોજના અંતર્ગત કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત “આયુષ્માન કાર્ડ” આપવામાં આવે છે. જેની મદદથી યોજનાના લાભાર્થીઓ જરૂરિયાતના સમયે સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદયની સારવાર, કેન્સર જેવી અતિગંભીર બિમારીઓ માટે પોતાના રહેઠાણની આસપાસ પસંદગીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે.

આ યોજના અંતર્ગત વર્તમાન સ્થિતિએ સરકારી-૧,૭૧૧, ખાનગી- ૭૮૯, GOI-૧૮ એમ કુલ ૨,૫૧૮  હોસ્પિટલ સંલગ્ન છે. જેમાં અંદાજીત દૈનિક ૪,૦૩૯ પ્રિ-ઓથ કેસ સારવાર માટે મુકવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં કોઇ પણ ગેરરીતી ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ની રચના કરવામાં આવી છે. આ યુનિટ દ્વારા હોસ્પિટલોનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે.

લાભાર્થીઓને આ યોજના અંગે કોઇ માહિતી મેળવવી હોય કે ફરિયાદ કરવી હોય તો તેઓ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૧૦૨૨ પર સંપર્ક કરી શકે છે. આ ટોલ ફ્રી નંબર ૨૪x૭ કાર્યરત હોય છે. જેના પર દૈનિક અંદાજિત ૯૦૦ થી ૧૦૦૦ કોલ્સ આવે છે. આ સિવાય પણ યોજનાના કોલ સેન્ટર દ્વારા જે લાભાર્થીઓએ સારવાર લીધેલ હોય તેમનો પ્રતિભાવ લેવા માટે દૈનિક અંદાજીત ૩૦૦૦થી વધુ કોલ પણ કરવામાં આવે છે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AB schemebeneficiariesPMJAY SchemePMJAY-MAcardquality treatmentstate government is on action mode
Next Article