Sthanik Swaraj Election : સાણંદમાં BJP-કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, ચોરવાડમાં સૌથી વધુ મતદાન!
- સાણંદમાં BJP- કોંગ્રેસનાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી
- ન્યુ એરા હાઈસ્કૂલ બહાર બે પક્ષનાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી
- ઇજાગ્રસ્ત લોકોને J.K હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા
- ચોરવાડ નગરપાલિકામાં 3 વાગ્યા સુધી 62.41% મતદાન
અમદાવાદ જિલ્લાનાં (Ahmedabad) સાણંદમાં વોર્ડ નંબર-6 ન્યુ એરા હાઇસ્કૂલ બહાર ભાજપ (BJP) અને કોંગ્રેસનાં કાર્યકર્તા વચ્ચે મારામારીની ઘટના બની છે. એક જ સમાજનાં લોકો વચ્ચે મારામારી થઈ હોવાની માહિતી છે. ઇજાગ્રસ્ત લોકોને J.K હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તા અને નેતા સાણંદ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા છે. બીજી તરફ જુનાગઢની (Junagadh) ચોરવાડ નગરપાલિકા ચૂંટણીમાં 3 વાગ્યા સુધી 62.41 ટકા મતદાન નોંધાયું છે, જે ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન છે.
આ પણ વાંચો - Rajkot : જેતપુર ચૂંટણીમાં ગોલમાલ! અપક્ષ ઉમેદવારનો આરોપ, પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાનું મોટું નિવેદન
સાણંદમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મામલો બિચક્યો, થઈ મારામારી!
માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન સાણંદમાં (Sanand) ન્યૂ એરા હાઈસ્કૂલ બહાર ભાજપ અને કોંગ્રેસનાં (Congress) કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. એક જ સમાજનાં લોકો વચ્ચે મારામારી થઈ હોવાની માહિતી છે. કોંગ્રેસનાં કાર્યકર્તાને માથામાં અને છાતીનાં ભાગે માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. ઇજાગ્રસ્ત લોકોને J.K હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તા અને નેતા આ મામલે ફરિયાદ નોંધાવવા માટે સાણંદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ના હોવાનાં કારણે હુમલો થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.
આ પણ વાંચો - Gujarat Local Body Election Voting 2025 : પાલિકા-પંચાયતનું 6 કલાકમાં સરેરાશ 32% મતદાન, જાણો કયા થયુ સૌથી વધુ વોટિંગ
ચોરવાડમાં વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા વચ્ચે ચૂંટણી જંગ!
બીજી તરફ જુનાગઢ જિલ્લાનાં (Junagadh) ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધી 62.41 ટકા સુધી મતદાન નોંધાયું છે. જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ મતદાન છે. સાથે જ ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન પણ ચોરવાડમાં (Chorwad) જ નોંધાઈ રહ્યું છે. અહીં, કોંગ્રેસનાં MLA વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે ચૂંટણી જંગ છે. કોંગ્રેસ હેટ્રિકનાં મૂડમાં છે અને ભાજપ વનવાસ પૂર્ણ કરવાનાં મૂડમાં છે. જણાવી દઈએ કે, બંને નેતાઓનું માદરે વતન ચોરવાડ છે. આથી, ચોરવાડમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનો જોર લગાવવામાં આવ્યો છે. ત્યારે પરિવર્તન કે પુનરાવર્તનની રાજકીય લડાઈનો મદાર હવે મતદારો પર છે.
આ પણ વાંચો - Kheda માં હિંદુ મામાએ મુસ્લિમ ભાણીનું માંમેરૂ ભર્યું, કોમી એકતાનું જોવા મળ્યું શ્રેષ્ઠ ઉદાહરણ