Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: નરોડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

નરોડા વિસ્તારમાં આવેલ માછલી સર્કલ પાસે ચૂનાર વાસ અને દરબાર વાસના લોકો વચ્ચે ઘર્ષણ
ahmedabad  નરોડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો  ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
Advertisement
  • નરોડા માછલી સર્કલ પાસે બોલાચાલી બાદ ઝઘડો થયો
  • પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યુ છે
  • બંને પક્ષે ફરિયાદ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ

Ahmedabad માં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. જેમાં નરોડા વિસ્તારમાં આવેલ માછલી સર્કલ પાસે ચૂનાર વાસ અને દરબાર વાસના લોકો વચ્ચે ઘર્ષણ થયુ છે. બે મિત્રોની કોઈ બાબતે માથાકૂટ થતા મામલો ઘર્ષણ સુધી પહોંચ્યો છે. બંને વાસના લોકો વચ્ચે પથ્થરમારો થતા મામલો ભારેલા અગ્નિ જેવો થતા નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

પોલીસે ઘટના સ્થળે આવી મામલો થાળે પાડ્યો

સાંજના સમયે ઘટના બનતા પોલીસે ઘટના સ્થળે આવી મામલો થાળે પાડ્યો છે. હાલ આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નરોડાના માછલી સર્કલ પાસે સમાન્ય બોલાચાલીએ હિંસક રૂપ લીધું હતુ તેમાં ટોળાનો સામસામે પથ્થરમારો કર્ય છે. આજે ઉત્તરાયણના દિવસે નાના મોટા બનાવો બન્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાં નરોડા વિસ્તારમાં લોકોના ટોળા રસ્તા પર આવી ગયા હતા અને તેમણે એકબીજા પર પથ્થરમારો કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર બનાવ બાદ નરોડાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓએ ત્યાં પહોંચી ગયા હતા અને ટોળાને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો.

Advertisement

બંને પક્ષે ફરિયાદ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

હાલ બંને પક્ષો તરફથી રાયોટિંગનો ગુનો દાખલ કરવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નરોડા વિસ્તારમાં માછલી સર્કલ પાસે કેટલાક લોકો આજે બપોરે પત્તા રમતા હતા. આ દરમિયાન ત્યાં પત્તા રમી રહેલા લોકો વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો શરૂ થયો હતો. અને જોતજોતામાં બંને પક્ષે લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા. વાત ઉશ્કેરણીથી શરૂ થઈ ઉગ્ર બોલાચાલી અને ત્યારબાદ હિંસક બબાલ થઈ હતી. હાલ સમગ્ર મામલો થાળે પાડ્યા બાદ બંને પક્ષે ફરિયાદ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Savarkundla: 1 દેશ 1 ચૂંટણીનો સંદેશો વહેતો કરવાની નવતર પહેલ

Tags :
Advertisement

.

×