Studio On Wheels : વિરાસતથી લઈ વિકાસ સુધીનો સંવાદ, દિગ્ગજોએ ગુજરાત, સંસ્કૃતિ, Gen Z અંગે કરી ચર્ચા
- ગુજરાત ફર્સ્ટનાં નવા અભિગમ 'STUDIO ON WHEELS'માં નેતા, અભિનેતા, લોક કલાકારો સાથે વિશેષ સંવાદ
- રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે ખાસ સંવાદ
- RJ સલોની રાવલ અને ભાજપના નેતા ભરતભાઈ પંડ્યા સાથેનાં વિશેષ સંવાદ
- તમામ મહાનુભાવોએ ગુજરાત ફર્સ્ટની આ પહેલને બિરદાવી શુભેચ્છા પાઠવી
Ahmedabad : રાજ્યમાં જન-જન સુધી પહોંચવા માટે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) જે મુહિમ ઉઠાવી છે તેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટનાં નવા અભિગમ 'STUDIO ON WHEELS'હેઠળ નેતા, અભિનેતા, લોક કલાકારો સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી (Parimal Nathwani), પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ (Shahbuddin Rathod), RJ સલોની રાવલ (RJ Saloni Rawal) અને ભાજપના નેતા ભરતભાઈ પંડ્યા (Bharat Pandya) સાથેનાં વિશેષ સંવાદમાં તમામ મહાનુભાવોએ ગુજરાત ફર્સ્ટની આ પહેલને બિરદાવી હતી અને શુભેચ્છા પાઠવી છે.
સાંસદ પરિમલભાઈ નથવાણી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે વાતચીત
રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ (Parimal Nathwani) કહ્યું કે, આ વ્યવસ્થા ખૂબ સુંદર છે. આ પ્રયાસથી લોકો જાગૃત થશે. જ્યારે, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ (Shahbuddin Rathod) સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ એક અનોખો પ્રયાસ છે. આ પ્રયાસથી લોકોને માહિતી મળશે. સજ્જનો સક્રિય બને તેવો પ્રયાસ દેખાય છે. સાંસ્કૃતિક મહત્ત્વ હોય તે સ્થાન બતાવવા જોઈએ. ધાર્મિક મહત્ત્વ હોય તે સ્થાન બતાવવા જોઈએ. આપણી વિરાસતો લોકો સુધી પહોંચવી જોઈએ.
Studio on Wheels: વિરાસતથી વિકાસ સુધીની સફર, દિગ્ગજોએ ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ ને કેવી રીતે બિરદાવ્યું?@vishvek11 @mpparimal @bharatpandyabjp #GujaratFirst #StudioOnWheels #GujaratNews #ParimalNathwani #ShahbuddinRathod #BharatPandya #Inspiration #GenZ #GujaratVirasat… pic.twitter.com/yJORt7TfTP
— Gujarat First (@GujaratFirst) December 23, 2025
'ગુજરાત દાનવીર અને શૂરવીરોની ધરતી છે'
ગુજરાત ફર્સ્ટનાં ખાસ અભિયાન 'STUDIO ON WHEELS'માં ભાજપના (BJP) પ્રવક્તા ભરતભાઈ પંડ્યા સાથે પણ વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશમાં પહેલો આ પ્રકારનો આ પ્રયાસ છે. નવીનતા એ પ્રાણ ફૂંકે છે અને આ નવીનતા સમાજને ઉપયોગી થશે. ભરતભાઈ પંડ્યાએ કહ્યું કે, તમે વિચારને LIVE બનાવો છો. વિચારરૂપી LIVE એક્શનમાં આવશે. આ માધ્યમથી પરિવર્તન આવશે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનાં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. Vivek kumar bhatt) વિશે વાત કરતા તેમણે કહ્યું કે, વિવેકભાઈ હંમેશા સાહસ કરે છે. વિવેકભાઈ નવીનતા પ્રેમી માણસ છે. વિષયની સાથે વિસ્તાર અને વ્યક્તિનું મહત્ત્વ છે. તેમણે ગુજરાત અંગે વાત કરતા જણાવ્યું કે, ગુજરાત દાનવીર અને શૂરવીરોની ધરતી છે. સત્ય, પ્રેમ, અહિંસા એ ગુજરાતની તાસીર છે. રાજ્યની તાસીરને વધુ પ્રજ્યોલિત કરશો તેવી આશા છે. ક્રાંતિકારી વ્યક્તિત્વને ઉજાગર કરજો. ગુજરાત કવિ અને ક્રાંતિવીરોની ભૂમિ છે.
આ પાણ વાંચો - Gujarat First નો નવો અભિગમ ‘Studio on Wheels’, સંતોના આશીર્વાદ સાથે શુભારંભ
'દિવ્યાંગ જયની કહાની પ્રેરણાદાયક છે'
જાણીતા RJ સલોની રાવલે 'STUDIO ON WHEELS'માં ખાસ સંવાદ દરમિયાન Gen Z અંગે પોતાનાં મંતવ્ય જણાવ્યા હતા અને કહ્યું હતું કે, Gen Z ટ્રેન્ડિંગમાં છે ચઢતું લોહી છે. દરેક જવાનીમાં ચઢતું લોહી આવું જ હોય. પહેલા બાળકોને વડીલોની બીક રહેતી હતી. પરંતુ, હવે બાળકોને ખૂબ જ લાડથી ઉછેરવામાં આવે છે. બાળકોને રિયાલિટીનું ભાન કરાવવું જોઈએ. બાળક દરેક માતા પિતાને વ્હાલું જ હોય છે, જો કે હાલનાં સમયમાં બાળકોને ઉછેરવાની પદ્ધતિ અલગ થઈ છે. બાળકોએ પણ માતા-પિતાનું માન રાખવું જ જોઈએ. તેમણે કહ્યું કે, દિવ્યાંગ જયની કહાની પ્રેરણાદાયક છે. જયે 500 થી વધારે પેઈન્ટિંગ કરી છે. જય 7 વર્ષથી પેઈન્ટિંગ કરે છે. વર્ષ 2023 માં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યો હતો. બધી આર્ટ ગેલરીમાં ભાગ લે છે. શારીરિક રીતે અસક્ષમ પણ માનસિક રીતે ખૂબ જ સ્ટ્રોંગ છે. જયને જન્મના પહેલા દિવસથી દત્તક લીધો છે. જયે ક્લાસીસ નથી કર્યા ભગવાનનાં આશીર્વાદ છે.
આ પાણ વાંચો - STUDIO ON WHEELS : મને ગુજરાત અને ગુજરાતી લોકો ખૂબ પસંદ છે : કથાકાર દેવી ચિત્રલેખાજી


