Studio on Wheels: ખેડૂત પુત્ર રમેશભાઈ ચૌધરીનું અનોખું શિક્ષણ મોડેલ, જાણો અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલની Success Story
- Studio on Wheels માં અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલના MD સાથે ખાસ સંવાદ
- મેનેજિંગ ડિરેક્ટર રમેશભાઈ ચૌધરીની પ્રેરણાદાયી સફર
- ચાણક્યના સિદ્ધાંતો પર અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલનું નિર્માણ
- બાળકોના ભવિષ્ય સાથે સમાધાન નહીં: રમેશભાઈ ચૌધરીનો દ્રઢ સંકલ્પ
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની 'Studio on Wheels'ની ટીમ મેગા સિટી અમદાવાદ (Ahmedabad) ના આંગણે પહોંચી હતી. અહીં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું જીવન 'અર્પણ' કરનાર એક એવી શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લેવામાં આવી, જ્યાં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પરંતુ સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે. આ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર રમેશભાઈ ચૌધરી (Rameshbhai Choudhary) સાથેના વિશેષ સંવાદ દરેક વાલી, શિક્ષક અને વિદ્યાર્થી માટે આંખ ઉઘાડનારો સાબિત થયો છે.
Studio on Wheels માં અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલના MD સાથે ખાસ સંવાદ
એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા રમેશભાઈ ચૌધરીએ પોતાની મહેનત અને દ્રઢ નિશ્ચયથી શિક્ષણ ક્ષેત્રે એક અલગ ઓળખ ઉભી કરી છે. વર્ષ 2018 માં માત્ર 521 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ આજે વાલીઓના અતૂટ વિશ્વાસ અને કોઈ પણ જાહેરાત વગર, માત્ર માઉથ પબ્લિસિટીના આધારે 3,000 થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગઈ છે. આ સિદ્ધિ તેમના શિક્ષણ પ્રત્યેના નિષ્ઠાવાન અભિગમને દર્શાવે છે.
ટેકનોલોજી અને મોબાઈલના પ્રભાવ વચ્ચે બાળકોને બતાવવામાં આવે છે સાચી દિશા
રમેશભાઈના જણાવ્યા મુજબ આજના સમયમાં ટેકનોલોજી અને મોબાઈલના પ્રભાવ વચ્ચે બાળકને ખોટી દિશામાં જતા અટકાવવા તે ખૂબ જ જરૂરી છે. આ માટે શાળામાં ખાસ કાઉન્સેલિંગ અને સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. તેઓ માને છે કે જો બાળકને સાચી દિશા અને પ્રોત્સાહન આપવામાં આવે, તો તે ગમે તેવા કપરા સંજોગોમાંથી પણ સફળતા મેળવી શકે છે. તેમણે પોતાના એક વિદ્યાર્થીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, જે બાળક અગાઉ ત્રણ વિષયમાં નાપાસ હતું, તેણે યોગ્ય માર્ગદર્શન મળતા 95 % પરિણામ મેળવી આજે એક સફળ મેનેજર તરીકે જવાબદારી નિભાવી રહ્યો છે.
Studio on Wheels: Ahmedabad ની અર્પણ Arpan International School ના MD સાથે વિશેષ સંવાદ#ArpanInternationalSchool #RameshbhaiChoudhary #Ahmedabad #UmangRaval #StudioOnWheels #GujaratFirst #EducationSystem #StudentMotivation #ParentingTips #SuccessMindset #ChanakyaQuotes… pic.twitter.com/Zosk2TRish
— Gujarat First (@GujaratFirst) May 18, 2026
વાલીઓ માટે વિશેષ જાગૃતિ
રમેશભાઈ શિક્ષણને માત્ર શાળા પૂરતું સીમિત નથી રાખતા. તેઓ બાળકોને મોબાઈલની લતથી દૂર રાખવા અને જંક ફૂડના ગેરફાયદા અંગે વાલીઓને સતત માહિતગાર કરે છે. તેમનો આગ્રહ છે કે વાલીઓએ શાળાને પોતાનો પરિવાર ગણીને કોઈપણ શૈક્ષણિક પ્રશ્ન કે કચાશ અંગે ફરિયાદ કરવાને બદલે શાળાનો સીધો સંપર્ક કરવો જોઈએ. સંસ્થા ટ્યુશન મુક્ત શિક્ષણમાં માને છે અને વાલીઓને બિનજરૂરી ખર્ચ ન કરવાની સલાહ આપે છે.
શિક્ષકોની પસંદગીમાં કડક માપદંડ
આચાર્ય ચાણક્યના કથન "શિક્ષકના ખોળે પ્રલય અને નિર્માણ બંને છે" ને આ સંસ્થાએ પોતાના સૂત્ર સમાન માન્યું છે. રમેશભાઈ માને છે કે શિક્ષક ક્યારેય સાધારણ હોતા નથી. તેથી જ, અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકોની ભરતી માટે વિષયની ઊંડી સમજ અને યોગ્યતા ચકાસવા માટે કડક પરીક્ષા લેવામાં આવે છે. "બાળકોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડાં ન થવા જોઈએ" તેવા નૈતિક વિચારો સાથે અહીં સ્ટાફની પસંદગી કરવામાં આવે છે.
ભવિષ્યનું નિર્માણ: 'અર્પણમ કિડ્સ'
શિક્ષણના પાયાને વધુ મજબૂત કરવા માટે રમેશભાઈ હવે 'અર્પણમ કિડ્સ' (Arpanam Kids) નામની નવી પ્રી-સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યા છે. કલા રવિલો બંગલોઝ (Kala Ravilo Bungalows) ની સામે બની રહેલી આ પ્રી-સ્કૂલમાં ડાન્સરૂમ, એરોસ્પેસ રૂમ, આર્ટ એન્ડ ક્રાફ્ટ રૂમ, કિડ્સ લાઈબ્રેરી અને ધાર્મિક મૂલ્યો શીખવતી સ્પેશિયલ લેબ જેવી આધુનિક સુવિધાઓ સાથે બાળકોને રમતા-રમતા શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.રમેશભાઈ ચૌધરીનું શિક્ષણ ક્ષેત્રે યોગદાન એ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ તે દેશના ભવિષ્યના નિર્માણ માટે અર્પણ કરાયેલું એક મહાન કાર્ય છે.
આ પણ વાંચો: Studio on Wheels: પેંડાના ભાવમાં કાજુ કતરી નહીં! સોનાની ખરીદીમાં થતી ભૂલો અને સાચી સમજ આપતા હેનિલભાઈ સોની


