ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હથિયારો સાથે વીડિયો બનાવવાનો શોખ ભારે પડી જશે! Ahmedabad Crime Branch એ શરૂ કરી મોટાપાયે ઝુંબેશ

Ahmedabad Crime Branch: સોશિયલ મીડિયામાં વાંધાનજક પોસ્ટ મૂકીને ભયનો માહોલ પેદા કરનારા સામે વિશેષ એક્શન પ્લાન તૈયાર
12:59 PM Feb 23, 2025 IST | VIMAL PRAJAPATI
Ahmedabad Crime Branch: સોશિયલ મીડિયામાં વાંધાનજક પોસ્ટ મૂકીને ભયનો માહોલ પેદા કરનારા સામે વિશેષ એક્શન પ્લાન તૈયાર
Ahmedabad Crime Branch
  1. તલવાર-બંદૂક સાથે ફોટો પોસ્ટ કરનારા પકડાશે
  2. 6359625365 પર વિગતો વોટ્સએપ કરી શકાશે
  3. વાંધાજનક વાયરલ વીડિયોની આપી શકાશે માહિતી

Ahmedabad Crime Branch: સોશિલય મીડિયામાં અત્યારે શાંતિનો ભંગ થાય તેવી વીડિયો બનાવીને પોસ્ટ કરી રહ્યાં છે, આવા વીડિયો સોશિયલ મીડિયામાં તરત વાયરલ પણ થઈ જતાં હોય છે. આવા લોકો અન્ય લોકો માટે જોખમ ઊભું કરતા હોય છે. જેથી આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવી ખુબ જ અનિવાર્ય છે. જેને લઈને અમદાવાદા ક્રાઈમ બ્રાન્ચે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં આવા લોકોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજ્ય સરકારના મંત્રીના પુત્રોએ કરેલી મારામારી મામલે સમાધાન થયું! સૂત્રોએ આપી જાણકારી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો

અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં હથિયારો સાથે રીલ્સ બનાવનારાને ચેતવણી આપી દીધી છે. સોશિયલ મીડિયામાં વાંધાનજક પોસ્ટ મૂકીને ભયનો માહોલ પેદા કરનારા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તલવાર, બંદૂક કે અન્ય ઘાતક હથિયારથી કેક કાપવી, ભયનો માહોલ ફેલાઈ તેવી રીતે વાહન ચલાવીને રીલ બનાવીને પોસ્ટ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો: વડગામના બસુ ગામમાં હુમલાની ઘટના, હિંદુ યુવકને વિધર્મી સમાજના યુવકોએ માર માર્યો

વાંધાજનક વાયરલ વીડિયોની આપી શકાશે માહિતી

નોંધનીય છે કે, આ પ્રકારની વાંધાજનક વીડિયોની માહિતી ક્રાઈમ બ્રાન્ચના 6359625365 વોટ્સએપ નંબર આપી શકાશે. સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા મોનીટરીંગ સેલની ટીમ આ પ્રકારની પોસ્ટ પર સતત વોચ રાખી રહી છે. લોકોને પણ ક્યાય આવી પોસ્ટ દેખાય તો પોલીસને જાણ કરવા માટે પોલીસ દ્વારા નંબર આપવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે, દરેક જગ્યાએ પોલીસ પહોંચી શકવાની નથી જેથી કરીને સામાન્ય લોકોએ પણ પોલીસની મદદ કરવી જોઈએ અને આવો વીડિયો કે, ફોટો દેખાય તો તેની જાણકારી પોલીસ સુધી પહોંચાડવી જોઈએ.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
action plan preparedAhmedabad Crime BranchAhmedabad Policecyber crimecyber crime's social media monitoring cellGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati Newsobjectionable postobjectionable videoSocial Mediasocial media monitoring cell
Next Article