Ahmedabad: સની દેઓલનો જબરદસ્ત ક્રેઝ, 'બટવારા 1947'ના પ્રમોશન માટે આવ્યા હતા સ્ટારકાસ્ટ
બોલિવૂડના દિગ્ગજ સુપરસ્ટાર અને તેમની સ્ટારકાસ્ટ પોતાની આગામી પ્રતીક્ષિત ફિલ્મ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. શહેરના એક લોકપ્રિય મોલ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં કલાકારોની એક ઝલક જોવા માટે ચાહકોની ભારે ભીડ જામી હતી. પોતાના અંદાજ અને જાણીતા ડાયલોગ્સથી અભિનેતાએ ઉપસ્થિત જનમેદનીનું દિલ જીતી લીધું હતું
Advertisement
Sunny Deol Ahmedabad Promotion: બોલિવૂડના 'એક્શન કિંગ' તરીકે જાણીતા સુપરસ્ટાર સની દેઓલ (Sunny Deol) પોતાની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બટવારા 1947' (Batwara 1947 Movie) ના પ્રમોશન માટે ગુજરાતના અમદાવાદ શહેરમાં આવી પહોંચ્યા છે. સની દેઓલની એક ઝલક મેળવવા માટે અમદાવાદવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રમોશનલ ટૂર દરમિયાન તેમની સાથે કરણ દેઓલ (Karan Deol) અને લોકપ્રિય અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

