Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IND vs NZ Final: મુંબઈ-અમદાવાદ રૂટ પર તમામ ટ્રેનો હાઉસફુલ, સુપરફાસ્ટ ટ્રેનોના બુકિંગ બંધ

T20 World Cup 2026: અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને (T20 World Cup Final) લઈ ટ્રેનોમાં અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. મુંબઈથી અમદાવાદ આવતી તમામ મુખ્ય ટ્રેનો હાઉસફુલ છે. રેલવે દ્વારા દોડાવવામાં આવેલી સ્પેશિયલ ટ્રેનોમાં પણ ભારે વેઇટિંગ જોવા મળતા ક્રિકેટ ચાહકો મુશ્કેલીમાં મુકાયા છે.
ind vs nz final  મુંબઈ અમદાવાદ રૂટ પર તમામ ટ્રેનો હાઉસફુલ  સુપરફાસ્ટ ટ્રેનોના બુકિંગ બંધ
Advertisement
  • IND vs NZ Final: T 20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને ટ્રેનો હાઉસફુલ
  • મુંબઈથી અમદાવાદ આવતી તમામ ટ્રેન હાઉસફુલ
  • 7 માર્ચેની તમામ ટ્રેનો માટે ઓનલાઈન બુકિંગ બંધ
  • તેજસ, વિવેક એક્સપ્રેસ, કર્ણાવતી તમામ ટ્રેનો હાઉસફુલ
  • 8 માર્ચની ટ્રેન માટે પણ વેઇટિંગ લિસ્ટ
  • સ્પેશિયલ ટ્રેનોમાં પણ 40નું વેઇટિંગ, ભુજ સુપર ફાસ્ટમાં 31

IND vs NZ Final: ક્રિકેટના મહાકુંભ સમાન T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) હવે તેના અંતિમ તબક્કે પહોંચ્યો છે. રવિવારે, 8 માર્ચના રોજ અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે ભારત (India) અને ન્યૂઝીલેન્ડ (New Zealand) વચ્ચે ખિતાબી જંગ ખેલાવાનો છે. આ ઐતિહાસિક મેચના સાક્ષી બનવા માટે દેશભરમાંથી ક્રિકેટ ચાહકો અમદાવાદ તરફ પ્રયાણ કરી રહ્યા છે, જેને પગલે પરિવહન સેવાઓ પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મુંબઈ (Mumbai) થી અમદાવાદ આવતી ટ્રેનોમાં સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

તમામ મુખ્ય ટ્રેનોમાં બુકિંગ બંધ

7 માર્ચના રોજ મુંબઈથી અમદાવાદ આવતી લગભગ તમામ ટ્રેનોમાં ઓનલાઈન બુકિંગ બંધ થઈ ગયું છે. પ્રીમિયમ ટ્રેનો જેવી કે તેજસ એક્સપ્રેસ (Tejas Express), કર્ણાવતી એક્સપ્રેસ (Karnavati Express) અને વિવેક એક્સપ્રેસ (Vivek Express) જેવી તમામ ટ્રેનો હાઉસફુલ (Housefull) થઈ ગઈ છે. માત્ર શનિવાર જ નહીં, પરંતુ 8 માર્ચ એટલે કે મેચના દિવસે સવારે પહોંચતી ટ્રેનોમાં પણ વેઇટિંગ લિસ્ટ (Waiting List) ખૂબ જ લાંબુ છે.

Advertisement

Advertisement

સ્પેશિયલ ટ્રેનોમાં પણ ભારે વેઇટિંગ

વધતા ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central) થી અમદાવાદ વચ્ચે સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનો (Special Trains) જાહેર કરવામાં આવી છે. જોકે, આ સ્પેશિયલ ટ્રેનોમાં પણ ચાહકોને રાહત મળી રહી નથી. લેટેસ્ટ વિગતો મુજબ, સ્પેશિયલ ટ્રેનોમાં 40 થી વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે, જ્યારે ભુજ સુપર ફાસ્ટ (Bhuj Super Fast Express) જેવી ટ્રેનોમાં પણ 31 થી વધુનું વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે.

ફ્લાઈટના ભાવમાં તોતિંગ વધારો

એક તરફ ટ્રેનોમાં ટિકિટ મળવી મુશ્કેલ બની છે, બીજી તરફ મુંબઈ-અમદાવાદ ફ્લાઈટના (Flight) ભાડામાં પણ તોતિંગ વધારો થયો છે. સામાન્ય રીતે 3 થી 5 હજારમાં મળતી ટિકિટ હાલ 15 થી 22 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ જ કારણ છે કે સામાન્ય ક્રિકેટ ચાહકો હવે ટ્રેનનો વિકલ્પ શોધી રહ્યા છે, પરંતુ ત્યાં પણ સ્થિતિ હાઉસફુલ છે.

રેલવે વિભાગ દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના કોચ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમ છતાં, ભારત (India) ફાઈનલમાં હોવાથી ચાહકોમાં રહેલો ઉત્સાહ ટ્રેન સ્ટેશનો પર સાફ જોવા મળી રહ્યો છે. વડોદરા (Vadodara), સુરત (Surat) અને વાપી (Vapi) જેવા સ્ટેશનો પરથી પણ અમદાવાદ આવનારા મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: India vs New Zealand Final: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ક્લોઝિંગ સેરેમની, જાણો શું છે ખાસ પ્લાન?

Tags :
Advertisement

.

×