ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું સશસ્ત્ર સેનામાં Tattoo નું નિશાન પણ બની શકે છે અયોગ્યતાનું કારણ ? જાણો High Court એ શું કહ્યું ?

સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં ગુજરાત હાઇકોર્ટે નોટિસ ફટકારી છે અને એક બેઠક ખાલી રાખવા આદેશ કર્યો છે.
05:06 PM Dec 19, 2024 IST | Vipul Sen
સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં ગુજરાત હાઇકોર્ટે નોટિસ ફટકારી છે અને એક બેઠક ખાલી રાખવા આદેશ કર્યો છે.
HC_Gujarat_first
  1. સશસ્ત્ર સેનામાં છૂંદણાંનાં (Tattoo) નિશાનનો મામલો (Gujarat High Court)
  2. ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્ત્વનો આદેશ, SSC ને આપી નોટિસ
  3. માત્ર Tattoo નાં નિશાનનાં આધારે ભરતી માટે નકારી શકાય નહીં : HC

સશસ્ત્ર સેનામાં (Armed Forces) માત્ર છૂંદણાંનાં (Tattoo) નિશાનનાં આધારે ઉમેદવારની ભરતીને નકારી શકાય નહીં તેવો આદેશ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા કરવામાં આવ્યો છે. સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં ગુજરાત હાઇકોર્ટે નોટિસ ફટકારી છે અને એક બેઠક ખાલી રાખવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 10 ફેબ્રુઆરીનાં રોજ હાથ ધરાશે.

આ પણ વાંચો - Gujarat: ‘ડમી શાળાઓ બંધ કરાવો’, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યનો મુખ્યમંત્રીને પત્ર

Tattoo નું નિશાન હોવાથી ઉમેદવારને મેડિકલી અનફીટ જાહેર કરાયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટાફ સિલેક્શન કમિટી (Staff Selection Committee) દ્વારા પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાને 28 વર્ષીય એક પરીક્ષાર્થીએ પાસ કરી હતી. જો કે, પરીક્ષાર્થીનાં જમણા હાથમાં અગાઉ ટેટૂ (Tattoo) હતું, જેને ખૂદ પરીક્ષાર્થી દ્વારા કઢાવી લેવામાં આવ્યું હતું પરંતુ, આ ટેટૂનું નિશાન રહી જવાનાં કારણે પાસ થયા હોવા છતાં પણ સ્ટાફ સિલેક્શન કમિટીએ પરીક્ષાર્થીને મેડિકલી અનફીટ જાહેર કર્યો હતો.

આ પણ વાંચો - Ahmedabad: ‘સિંઘમ’ પર ભારે પડ્યા લુખ્ખા, લાચાર પોલીસને ભાગવું પડ્યું!

માત્ર Tattoo નાં નિશાનનાં આધારે ભરતી માટે નકારી શકાય નહીં : HC

આ મામલો હાઈકોર્ટ (Gujarat High Court) સુધી પહોંચતા કોર્ટે સુનાવણી હાથ ધરી સ્ટાફ સિલેક્શન કમિટીને મહત્ત્વનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, સશસ્ત્ર સેનામાં માત્ર છૂંદણાંનાં (Tattoo) નિશાનનાં આધારે ભરતી માટે નકારી શકાય નહીં. આ સાથે કોર્ટે કમિટીને નોટિસ પણ ફટકારી છે અને એક સીટ ખાલી રાખવા માટે આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 10 ફેબ્રુઆરીનાં રોજ હાથ ધરાશે. માહિતી અનુસાર, સામાન્ય સંજોગોમાં સલ્યુટિંગ આર્મ એટલે કે જમણાં હાથમાં Tattoo હોય તો ભરતી માટે અયોગ્ય કરાર આપવામાં આવે છે. પરંતુ, ટેટૂ નીકળ્યા બાદ રહેલા નિશાનને Tattoo ગણી શકાય નહીં. ઉપરાંત, ડાબા હાથ પર પાછળનાં ભાગમાં હાથની લંબાઈનાં 1 ચતુર્થાંશ ભાગ જેટલું ટેટૂ હોય તો માન્યતા મળે છે.

આ પણ વાંચો - ગુજરાતનાં આરોગ્ય તંત્ર માટે સૌથી મોટી શરમ! PMJAY માં વધુ એક સૌથી મોટું કૌભાંડ આવ્યું સામે

Tags :
AhmedabadArmed ForcesBreaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarat High CourtGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiStaff Selection Commission ExamStaff Selection Committeetattoo
Next Article