ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની 10મી આવૃત્તિ 24થી 26 ડિસેમ્બર યોજાશે

અહેવાલ----સંજય જોશી, અમદાવાદ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF)ની દસમી આવૃત્તિ ગુજરાત મીડિયા ક્લબ (GMC) દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. તેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે તારીખ 24 ડિસેમ્બર ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે થશે. આ આવૃત્તિ ગુજરાત યુનિવર્સિટીના...
07:11 PM Dec 15, 2023 IST | Vipul Pandya
અહેવાલ----સંજય જોશી, અમદાવાદ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF)ની દસમી આવૃત્તિ ગુજરાત મીડિયા ક્લબ (GMC) દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. તેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે તારીખ 24 ડિસેમ્બર ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે થશે. આ આવૃત્તિ ગુજરાત યુનિવર્સિટીના...

અહેવાલ----સંજય જોશી, અમદાવાદ

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF)ની દસમી આવૃત્તિ ગુજરાત મીડિયા ક્લબ (GMC) દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. તેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે તારીખ 24 ડિસેમ્બર ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે થશે. આ આવૃત્તિ ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી તારીખ 24, 25 અને 26 ડિસેમ્બર, 2023 ના રોજ દ્વારા યોજવામાં આવશે.

ગુજરાત મીડિયા ક્લબ - GLFને પ્રોત્સાહિત કરવા અને સમર્થન આપવા આગળ આવી

ગુજરાતના પત્રકારત્વ અને મીડિયા જગતની સહુથી અગ્રણી સંસ્થા - ગુજરાત મીડિયા ક્લબ - GLFને પ્રોત્સાહિત કરવા અને સમર્થન આપવા આગળ આવી છે. જી.એલ.એફ. રાજ્યમાં સૌથી લાંબા સમયથી ચાલતો અને સહુથી લોકપ્રિય સાહિત્ય ઉત્સવ છે.
www.gujlitfest.com વેબસાઇટ પર નોંધણી સાથે ફેસ્ટિવલમાં પ્રવેશ મફત છે.

સાહિત્યિક પ્રતિભાનો એક દશક

2014 થી શરૂ કરીને, GLF એ ગુજરાતના સાંસ્કૃતિક માળખામાં ખુબ મહત્વનું પ્રદાન કર્યું છે. અને આજે તે સાહિત્યને સમર્પિત, વિશેષ તો ગુજરાતી ભાષા અને સાહિત્યને લાગતો સૌથી મોટા અને લોકપ્રિય કાર્યક્રમ તરીકે ઉભરી આવ્યો છે. GLFના બહુવિધ ઉત્સવો દરમિયાન વાર્તાલાપો, પેનલ ચર્ચાઓ અને સંગીતના કાર્યક્રમોનું આયોજન થાય છે. જેમાં સાહિત્ય, સિનેમા, થિયેટર અને બાળસાહિત્ય નો સમાવેશ થાય છે. આ ઉત્સવ માં લોકપ્રિય વક્તાઓ અને કલાકારો હાજર રહેશે, જેને માણવાની સોનેરી તક પ્રેક્ષકો ને મળશે. GLF ના કાર્યક્રમો માત્ર સ્થાપિત અને લોકપ્રિય સાહિત્યિકારોની ઉજવણી સુધી સીમિત નથી પરંતુ ઉભરતી પ્રતિભાઓ માટે લોન્ચપેડનું કામ કરે છે. આ ફેસ્ટિવલ એક પ્લેટફોર્મ તરીકે યુવા અને નવા લેખકોને વિશેષ રૂપે પ્રોત્સાહિત કરવા પ્રતિબંધ છે. તેમને તેમની સર્જનાત્મકતા પ્રદર્શિત કરવા અને સાહિત્યિક પ્રતિભા ને યોગદાન આપવા માટે એક પ્રતિષ્ઠિત મંચ પ્રદાન કરે છે.

કાર્યક્રમની વિગતો આવતા અઠવાડિયે જાહેર થશે.

જીએલએફના કાર્યક્રમને લગતી સંપૂર્ણ માહિતી આવતા અઠવાડિયે બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તથા વેબસાઈટ પર મૂકવામાં આવશે. Instagram અને Facebook સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર guiltiest હેન્ડલને ફોલો કરવા વિનંતી.
વેબસાઈટ: https://gujlitfest.org/
ફેસબુક: https://www.facebook.com/gujlitfest/
ઇન્સ્ટાગ્રામ: https://www.instagram.com/gujlitfest/
ટ્વિટર: https://twitter.com/gujlitfest યુટ્યુબ: https://www.youtube.com/gujlitfest

આ પણ વાંચો-----SABARKANTHA : વડાલી પાસે બંદૂકની અણીએ 65 લાખની સનસનાટીભરી લૂંટ

 

 

Tags :
AhmedabadGujaratGujarat Literature FestivalGujarat Media ClubGujarat university
Next Article