ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદના 81 તળાવોનું બ્યુટીફિકેશન કરાશે, જાળવણી થશે કે કેમ મોટો સવાલ

વરસાદની સીઝનની આપણે સૌ આતુરતાથી રાહ જોઇએ છીએ. પરંતુ આ એક ઋતુમાં રોડ અને રસ્તાઓની હાલત ખરાબ થઇ જાય છે. હાલમાં જ અમદાવાદમાં ઘણા રસ્તાઓની હાલત બિસ્માર થઇ ગઇ છે. જો વાહન લઇને નીકળીએ તો જાણે ઉટની સવારી કરતા હોઇએ તેવો અનુભવ થઇ જાય છે. રોડ-રસ્તાઓની આવી હાલત હોય ત્યારે શહેર સુંદર દેખાય તેવું વિચારવું પણ મુર્ખતા છે. મહત્વનું છે કે, અમદાવાદમાં વરસાદી સીઝન આવતા જ ગંદકીની જાણે શરૂઆત થઇ જાય છે. તà
07:41 AM Aug 02, 2022 IST | Vipul Pandya
વરસાદની સીઝનની આપણે સૌ આતુરતાથી રાહ જોઇએ છીએ. પરંતુ આ એક ઋતુમાં રોડ અને રસ્તાઓની હાલત ખરાબ થઇ જાય છે. હાલમાં જ અમદાવાદમાં ઘણા રસ્તાઓની હાલત બિસ્માર થઇ ગઇ છે. જો વાહન લઇને નીકળીએ તો જાણે ઉટની સવારી કરતા હોઇએ તેવો અનુભવ થઇ જાય છે. રોડ-રસ્તાઓની આવી હાલત હોય ત્યારે શહેર સુંદર દેખાય તેવું વિચારવું પણ મુર્ખતા છે. મહત્વનું છે કે, અમદાવાદમાં વરસાદી સીઝન આવતા જ ગંદકીની જાણે શરૂઆત થઇ જાય છે. તà
વરસાદની સીઝનની આપણે સૌ આતુરતાથી રાહ જોઇએ છીએ. પરંતુ આ એક ઋતુમાં રોડ અને રસ્તાઓની હાલત ખરાબ થઇ જાય છે. હાલમાં જ અમદાવાદમાં ઘણા રસ્તાઓની હાલત બિસ્માર થઇ ગઇ છે. જો વાહન લઇને નીકળીએ તો જાણે ઉટની સવારી કરતા હોઇએ તેવો અનુભવ થઇ જાય છે. રોડ-રસ્તાઓની આવી હાલત હોય ત્યારે શહેર સુંદર દેખાય તેવું વિચારવું પણ મુર્ખતા છે. 
મહત્વનું છે કે, અમદાવાદમાં વરસાદી સીઝન આવતા જ ગંદકીની જાણે શરૂઆત થઇ જાય છે. ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરના 81 તળાવોનું બ્યુટીફિકેશન કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. શહેરના વસ્ત્રાપુર ખાતેના તળાવની હાલત હાલમાં બિસ્માર છે. અહીં એક તરફ ભુવો પડ્યો છે તો બીજી તરફ તળાવની દીવાલ તૂટી ગઇ છે. ત્યારે કોર્પોરેશન દ્વારા હજી 21 તળાવનું બ્યુટીફિકેશન કરી શકાયું નથી. મહત્વનું છે કે, કોર્પોરેશન દ્વારા ભલે વિકાસનું કામ કરાતું હોય પરંતુ જાણીને તમને નવાઇ લાગશે કે આજે પણ શહેરમાં ઘણા તળાવો કે જેને એકવાર ડેવલપ કરી દેવાયા છે પણ તેની બાદમાં કોઇ જાળવણી રાખવામાં આવતી નથી, જેના કારણે જે તે વિસ્તારમાં આવેલા તળાવોની આસપાસના વિસ્તારમાં એક એવી પરિસ્થિતિ સર્જાય છે કે પછી તે જગ્યા પહેલા કરતા પણ વધુ ખરાબ દેખાવા લાગે છે. 
મળી રાજ્ય સરકાર નવા 81 તળાવોનું બ્યુટીફિકેસન કરવાની વાત કરી રહી છે. પરંતુ શું આ 81 તળાવો ડેવલપ થયા બાદ કોર્પોરેશન દ્વારા તેની જાળવણી કરવામાં આવશે કે કેમ? તે સવાલ હજું ઉભો જ છે. શહેરના મેમનગરમાં આવેલા તળાવની જો વાત કરીએ તો અહીં તળાવની ચારે તરફ ગાય, ભેંસ અને કુતરાઓ મોજ કરે છે. આ તળાવ તો કચરાની કોઈ મોટી ડમ્પીગ સાઈટ જ બની ગયું છે. આવું ત્યાના નાગરિકોનું માનવું છે. વળી શહેરના તળાવોની વાસ્તવિકતા વિશે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આ પહેલા જણાવ્યું હતું અને આક્ષેપ કર્યા હતા કે, શહેરના તળાવોની વાસ્તવિકતા સત્તાપક્ષ દ્વારા બતાવવામાં આવેલા ચિત્ર કરતા અલગ છે. વળી વિપક્ષનું કહેવું છે કે, શહેરમાં તળાવો કેટલા છે અને તેનું વહીવટ કોણ કરે છે તે સૌથી મોટું રહસ્ય છે. 
આ પણ વાંચો - ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં નર્કાગારની સ્થિતિ, ઘેર ઘેર માંદગીના ખાટલા
Tags :
81LakesAhmedabadAMCGujaratGujaratFirstMaintained
Next Article