ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SGVP ગ્રાઉન્ડમાં Celebrity Super Six ની મેચ રમાઈ, માઈટી સ્ટાર્સ અમદાવાદનો રોમાંચક વિજય

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી અને સ્પોર્ટ્સ મંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
12:29 AM Dec 24, 2024 IST | Vipul Sen
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી અને સ્પોર્ટ્સ મંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
  1. અમદાવાદનાં SGVP ગ્રાઉન્ડમાં ગુજરાતી Celebrity Super Six ક્રિકેટ મેચ રમાઈ
  2. મુખ્ય અતિથિ તરીકે ગૃહ રાજ્યમંત્રી અને સ્પોર્ટ્સ મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા
  3. ક્રિકેટ મેચનું ગુજરાત ફર્સ્ટ પર લાઈવ પ્રસારણ કરાયું
  4. 6-6 ઓવરની શોર્ટેસ્ટ ફોર્મેટ ઓફ ક્રિકેટ મેચનું આયોજન કરાયું

અમદાવાદનાં SGVP ગ્રાઉન્ડમાં ગુજરાતી સેલિબ્રિટી સુપર સિક્સ ક્રિકેટ મેચનું (Celebrity Super Six Cricket Match) આયોજન કરવામાં આવ્યું હતું. SGVP ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગુજરાતની પ્રથમ સેલિબ્રિટી સુપર સિક્સ ક્રિકેટ મેચમાં ગૃહ રાજ્યમંત્રી અને સ્પોર્ટ્સ મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બોલિવુડનાં પ્રખ્યાત મ્યુઝિશિયન મીત બ્રોઝ (Meet Bros) સેલિબ્રિટી સુપર સિક્સનાં બ્રાન્ડ એમ્બેસેડર છે. જ્યારે, ઓફિશિયલ ઇલેક્ટ્રોનિક મીડિયા પાર્ટનર ગુજરાત ફર્સ્ટ (Gujarat first) પર ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ કરાયું હતું.

આ પણ વાંચો - Team India માં મોટો ફેરફાર, આર અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીને મળી તક

માઈટી સ્ટાર્સ અમદાવાદનો રોમાંચક વિજય

જણાવી દઈએ કે, ગુજરાતી સેલિબ્રિટી સુપર સિક્સ ક્રિકેટમાં (Celebrity Super Six Cricket) ગુજરાતનાં 16 પ્રખ્યાત સેલિબ્રિટી શોર્ટેસ્ટ ફોર્મેટ ઓફ ક્રિકેટ મેચ રમ્યા હતા. SGVP ગ્રાઉન્ડ ખાતે ગાંધીનગર સ્ટાર રેન્જર્સ (Gandhinagar Star Rangers) અને માઈટી સ્ટાર્સ અમદાવાદ વચ્ચે રોમાંચક મેચ જામી હતી, જેમાં માઈટી સ્ટાર્સ અમદાવાદે (Mighty Star Ahmedabad) બાજી મારી હતી. સેલિબ્રિટી સુપર સિક્સમાં (Celebrity Super Six Cricket Match) માઈટી સ્ટાર્સ અમદાવાદ વિજેતા બન્યું હતું.

આ પણ વાંચો - સાડીમાં સજ્જ દુલ્હન બની PV sindhu,જુઓ પ્રથમ તસવીર

Gujarat First નાં MD જસ્મીન પટેલ, એડિટર ડો. વિવેકકુમાર ભટ્ટ ઉપસ્થિત રહ્યા

આ ક્રિકેટ મેચનું ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પર લાઈવ પ્રસારણ કરાયું હતું. તમામ ટેલિવિઝનની સેલિબ્રિટીઓએ મેદાનમાં ક્રિકેટનાં ખેલનો આનંદ માણ્યો હતો. ક્રિકેટ મેચને લઈ ગુજરાતી કલાકારોમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ મેચ જોવા ગુજરાત ફર્સ્ટનાં MD જસ્મીન પટેલ (Jasmin Patel) અને ગુજરાત ફર્સ્ટનાં એડિટર ડો. વિવેકકુમાર ભટ્ટ (Vivekkumar Bhatt) પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી અને સ્પોર્ટ્સ મંત્રી હર્ષ સંઘવીએ પણ ક્રિકેટનાં મેદાન પર બેટિંગ કરી હતી.

આ પણ વાંચો - IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે 2 ફેરફાર, આ ખેલાડી થઈ શકે છે બહાર

Tags :
AhmedabadBreaking News In GujaratiCelebrity Super Six Cricket MatchGandhinagar Star RangersGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsHarsh SanghviJasmin PatelLatest News In GujaratiMeet BrosMighty Star AhmedabadNews In GujaratiSGVP GroundVivekkumar Bhatt
Next Article