Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

108 Kundi Mahayagna : માં બગલામુખી માતાના 108 કુંડીના મહાયજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ, ચાંદીની નોટોનો વરસાદ કરાયો

ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતા (Baglamukhi Mata)ના 108 કુંડીના મહાયજ્ઞનું આયોજન સાણંદના સનાથલ ગામે કરવામાં આવ્યું હતું. જેની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી છે. આ પૂર્ણાહુતિ પ્રસંગમાં ચાંદીની નોટો (Silver Notes) નો વરસાદ કરવામાં આવ્યો છે. વાંચો વિગતવાર.
108 kundi mahayagna   માં બગલામુખી માતાના 108 કુંડીના મહાયજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ  ચાંદીની નોટોનો વરસાદ કરાયો
Advertisement
  • 108 કુંડી બગલામુખી માતાજીના મહાયજ્ઞની પૂર્ણાહુતિ
  • સનાથલ લંબે નારાયણ આશ્રમ ખાતે યોજાયો હતો મહાયજ્ઞ
  • વિજયસિંહજી વાઘેલા દ્વારા ચાંદીની નોટોનો વરસાદ કરાયો
  • શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ ઉપર નોટોનો વરસાદ કરાયો
  • ઋષિ ભારતી બાપુ તેમજ વિશ્વેશરી ભારતી માતાજી ઉપર નોટો વરસાદ

108 Kundi Mahayagna : ગુજરાતમાં સૌ પ્રથમવાર બગલામુખી માતા (Baglamukhi Mata) ના 108 કુંડીના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાણંદના સનાથલ ગામે લંબે નારાયણ આશ્રમ (Lambe Narayan Ashram-Sanand) માં કરાયું હતું. આ મહાયજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી છે. આ પૂર્ણાહુતિ પ્રસંગમાં ચાંદીની નોટો (Silver Notes) નો વરસાદ કરવામાં આવ્યો છે. જેમાં વિજયસિંહ વાઘેલાએ ઋષિ ભારતી બાપુ મહામંડલેશ્વર (Rishi Bharati Bapu Mahamandleshwar) અને મહામંડલેશ્વર વિશ્વેશરી ભારતી માતાજી (Mahamandleshwar Vishveshari Bharati Mataji) તેમજ શ્રી સિદ્ધિ ગ્રુપ (Sidhdhi Group) ના ચેરમેન મુકેશભાઈ પટેલ (Mukeshbhai Patel) ઉપર ચાંદીની નોટો વરસાવી છે.

Advertisement

ભવ્ય પૂર્ણાહુતિ

ગુજરાતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર સાણંદના સનાથલ ખાતે લંબે નારાયણ આશ્રમમાં બગલામુખી માતાના 108 કુંડીના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય પૂર્ણાહુતિ આ મહાયજ્ઞન સંપન્ન કરવામાં આવ્યો છે. બગલામુખી માતાના 108 કુંડીના મહાયજ્ઞની પૂર્ણાહૂતિ પ્રસંગે ચાંદીની નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે. જેમાં ઋષિ ભારતી બાપુ મહામંડલેશ્વર અને મહામંડલેશ્વર વિશ્વેશરી ભારતી માતાજી તેમજ શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ (Mukeshbhai Patel) ઉપર વિજયસિંહ વાઘેલાએ ચાંદીની નોટો વરસાવીને આભાર પ્રગટ કર્યો છે. આ પૂર્ણાહુતિમાં મોટી સંખ્યામાં સંત ગણ, ભક્તો, મહાનુભાવો, અગ્રણીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચોઃ VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટની ફેક્ટ ફાઇલ, 58 ટકા કામ પત્યું, LHS તરફ કામગીરી કરાશે

સનાતન ધર્મની ગૌરવગાથા સમી સંતવાણી

ગુજરાતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર સાણંદના સનાથલ ખાતે લંબે નારાયણ આશ્રમમાં બગલામુખી માતાના 108 કુંડીના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં બનેલ આ પ્રથમ ધાર્મિક ઘટનાને અનુરુપ તેની ભવ્ય પૂર્ણાહુતિ પણ કરવામાં આવી હતી. આ પૂર્ણાહૂતિમાં સનાતન ધર્મનો મર્મ, મહત્વ અને માહાત્મ્ય રજૂ કરતી સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંતવાણી દરમિયાન એક સુખદ આશ્ચર્યજનક ઘટના બની હતી. આ સંતવાણી દરમિયાન ચાંદીની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. વિજયસિંહ વાઘેલાએ ઋષિ ભારતી બાપુ મહામંડલેશ્વર (Rishi Bharati Bapu Mahamandleshwar) અને મહામંડલેશ્વર વિશ્વેશરી ભારતી માતાજી તેમજ શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ ઉપર ચાંદીની નોટો વરસાવતા સમગ્ર વાતાવરણ ધન્ય બની ગયું છે. ઉપસ્થિત સંત ગણ, ભક્તો, મહાનુભાવો, અગ્રણીઓ અને સ્થાનિકોએ આ ધન્ય ઘડીમાં સહભાગી થવા બદલ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા.

આ પણ વાંચોઃ VADODARA : કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી, કહ્યું, 'લોકો વડોદરાને શોધતા આવશે'

Tags :
Advertisement

.

×