Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જીસ થાલી મેં ખાયા ઉસી મેં છેદ, પતિ પત્નીએ ઘડ્યો હતો માસ્ટર પ્લાન

બગાસું ખાતા પતાશું મળી ગયું તેવી કહેવત ગુજરાતીમાં આપણે સૌ કોઈએ સાંભળી હશે અને આવું જ કંઈક બન્યું છે એલિસબ્રિજ પોલીસ સાથે પેટ્રોલિંગમાં રહેલી પોલીસને એક શંકાસ્પદ વ્યક્તિ લાગ્યો અને તેના હાથમાં રહેલા થેલાની તપાસ કરતા પોતાના જ પોલીસ સ્ટેશન નોંધાયેલી 48 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસ સ્ટેશનની હદમાં આવેલી બેન્ક ઓફ બરોડા બેન્કના લોકરમાં ચોરી થઈ હોવાની ફરિયાદ થોડાક દિવસો અગાઉ નોંધ
જીસ થાલી મેં ખાયા ઉસી મેં છેદ  પતિ પત્નીએ ઘડ્યો હતો માસ્ટર પ્લાન
Advertisement
બગાસું ખાતા પતાશું મળી ગયું તેવી કહેવત ગુજરાતીમાં આપણે સૌ કોઈએ સાંભળી હશે અને આવું જ કંઈક બન્યું છે એલિસબ્રિજ પોલીસ સાથે પેટ્રોલિંગમાં રહેલી પોલીસને એક શંકાસ્પદ વ્યક્તિ લાગ્યો અને તેના હાથમાં રહેલા થેલાની તપાસ કરતા પોતાના જ પોલીસ સ્ટેશન નોંધાયેલી 48 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસ સ્ટેશનની હદમાં આવેલી બેન્ક ઓફ બરોડા બેન્કના લોકરમાં ચોરી થઈ હોવાની ફરિયાદ થોડાક દિવસો અગાઉ નોંધાઈ હતી,જેમાં પોલીસે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ મજબૂત અને નક્કર પુરાવાઓ મળી શક્યા નહોતા જેથી પોલીસ હવાતીયાઓ મારતી હતી. અને એકાએક રસ્તે ચાલતા એક શંકાસ્પદ વ્યક્તિના હાથમાં રહેલા બેગની તપાસ કરતા બેગમાંથી ઘરેણા તથા વિદેશી ચલણી નાણું મળી આવ્યું હતું અને બાદમાં આ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા જે હકીકતો સામે આવી તેને જોઈને ખુદ પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી.
આરોપીએ  કેવી રીતે કબૂલાત
એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનની પૂછપરછમાં ચિરાગ દંતાણી ભાંગી પડ્યો હતો અને તેને કબુલાત કરી હતી કે તે બેન્ક ઓફ બરોડામાં પટાવાળા તરીકે કામ કરે છે અને તેની પાસે માહિતી હતી કે તેની બેંકમાં કેટલાક લોકો છે જે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે અને તે બેંક લોકરોને નિયમ પ્રમાણે અન્ય લોકરમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે જેથી આરોપી ચિરાગ દંતાણીએ પોતાની પત્નીનો સાથ લીધો અને પોતાની પત્નીને ડમી ગ્રાહક બનાવીને પોતાની બેંકમાં લાવ્યો હતો અને લોકર ખોલાવવા માટેની એપ્લિકેશન પણ કરાવડાવી હતી બાદમાં જ્યારે આ રચના દંતાણી લોકર રૂમમાં પોતાનું નવું લોકર ઓપન કરાવવા માટે પ્રવેશે છે ત્યારે આ જ બેંકમાં કામ કરતો ચિરાગ દંતાણી તેની જોડે ગયો હતો અને જે બંધ પડેલા ચાર નોકરોની અંદર રહેલી ચીજ વસ્તુઓ હતી તેની ચોરી કરીને બેગમાં મૂકી દીધી હતી આ રીતે કોઈને પણ ગંધ ન આવે તે મુજબનો સુનિયોજિત પ્લાન ચિરાગ દંતાણી અને તેની પત્ની અર્ચના દંતાણીએ ઘડીયો હોવાની કેપીયત બંને પતિ પત્ની આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલેલી છે,બંને દંપતીએ 47.88 લાખની ચોરી નોકર માંથી કરી લીધી છે અને એક આ સફળ પ્લાનને આ બંને દંપતીએ અંજામ આપ્યો હતો પરંતુ આખરે આ બંને પતિ-પત્ની આજે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે.
ઘણાં સમયથી બેંકમા બંધ પડેલા લોકરો હોય તેવા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો
શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં 10 જેટલા લોક કરો બંધ હાલતમાં હતા અને આ લોકરોમાં કીમતી દાગીના તથા વિદેશી ચલણી નાણું પણ હતું પરંતુ ઘણા સમયથી આ લોકરવનમાં કોઈપણ પ્રકારની ગતિવિધિ કે પછી લેવડ દેવડ થતી નહોતી માટે નિયમ મુજબ અમુક ચોક્કસ સમયે મર્યાદા બાદ પણ લોકર ધારકો દ્વારા લોકરની મુલાકાત અથવા તો ટ્રાન્જેક્શન કરવામાં નહોતા આવ્યા જેથી બેંકે એ તમામ લોકરો બંધ કરી દીધા હતા અને અન્ય રહેલા લોકરોમાં ચીજ વસ્તુઓ ટ્રાન્સફર કરી દીધી હતી અને આ પ્રક્રિયાનો સીધો લાભ તે જ બેંકમાં કામ કરતા અને પટાવાળા તરીકે નોકરી કરનાર ચિરાગ દંતાણીએ અને તેની પત્ની અર્ચના દંતાણીએ બંધ પડેલા લોકરો માંથી રોકડ રકમ તથા દાગીના સેરવી લીધા હતા
ચોર દંપતી પાસેથી પોલીસે શું શું કબજે કર્યું
પોલીસે દંપત્તિ પાસેથી ચોરીનો સોના 1.200 કિલોના સોના દાગીના,ચાંદીના 1.998 કિલોના દાગીના,3 નંગ પાસપોર્ટ,વિદેશી ચલણી નોટો મળી કુલ 47.99 લાખ મુદ્દામાલ કબ્જે કર્યો છે..જેમાં અન્ય સોનાના 3 મંગળસૂત્ર,8 બગડી અને બે ચેઇન મળી આવ્યા નથી. આરોપી બીજાને વેચી નાખ્યા છે કે કેમ તે દિશા તપાસ શરૂ કરી છે સાથે જ લોકર ચોરીના કેસમાં બેંકના કોઈ કર્મચારી સંડોવાયેલા છે કે કેમ જેને લઈ આરોપી દંપતીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×