Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chandola Lake Demolition : આ દિવસે શરૂ થશે 'મેગા ડિમોલિશન' નો બીજા તબક્કો, તૈયારીઓ શરૂ!

એએમસી અને પોલીસ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સરવે કરી મકાનો ખાલી કરવા નોટિસ પણ આપવામાં આવી છે.
chandola lake demolition   આ દિવસે શરૂ થશે  મેગા ડિમોલિશન  નો બીજા તબક્કો  તૈયારીઓ શરૂ
Advertisement
  1. અમદાવાદમાં ચંડોળા ખાતે ફરી શરૂ કરાશે મેગા ડિમોલિશન (Chandola Lake Demolition)
  2. ફેઝ 2 ના ડિમોલેશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી
  3. AMC અને પોલીસ દ્વારા સાથે મળીને તૈયારીઓ શરૂ કરાઈ
  4. સરવે કરી મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી
  5. AMC દ્વારા 20 મેના રોજથી ડિમોલેશન કરવાનું આયોજન

અમદાવાદમાં (Ahmedabad) 'મિની બાંગ્લાદેશ' તરીકે ઓળખ ઊભી કરનાર ચંડોળા તળાવ વિસ્તારમાં બે દાયકાઓથી થચેલા ગેરકાયદેસરનાં બાંધકામ સામે તંત્રે લાલ આંખ કરી છે અને દબાણો દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે. જો કે, આ ડિમોલિશન કામગીરીનો (Chandola Lake Demolition) બીજો તબક્કો હવે જલદી શરૂ થવાનો છે. આ માટે એએમસી અને પોલીસ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સરવે કરી મકાનો ખાલી કરવા નોટિસ પણ આપવામાં આવી છે. AMC દ્વારા 20 મેના રોજથી ડિમોલેશન કામગીરીનાં બીજા તબક્કાની શરૂઆત થશે એવા અહેવાલ છે.

આ પણ વાંચો - Kutch : ભુજનું સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ

Advertisement

Advertisement

AMC દ્વારા 20 મેના રોજથી ડિમોલિશનનાં બીજા તબક્કાનું આયોજન!

અમદાવાદનાં ચંડોળા તળાવમાં વર્ષોથી થયેલા ગેરકાયદેસરનાં દબાણ સામે તંત્રે મેગા ડિમોલિશનની (Chandola Lake Demolition) કામગીરી હાથ ધરી છે, જેનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. ત્યારે હવે બીજા તબક્કાની શરૂઆત જલદી થવાની છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, મેગા ડિમોલિશન કામગીરીનાં ફેઝ-2 માટે એએમસી અને પોલીસ દ્વારા સાથે મળીને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સરવે કર્યા બાદ ગેરકાયદેસરનાં દબાણો સ્વેચ્છાએ ખાલી કરવા નોટિસ ફટકારવામાં આવી છે. માહિતી અનુસાર, 20 મેનાં રોજથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કામગીરીનાં બીજા તબક્કોનો પ્રારંભ થઈ શકે છે. આ માટે અલગ-અલગ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો - Surat : વીમા કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરનાર બે ઝડપાયા

પ્રથમ તબક્કામાં અંદાજે 4000 કાચાં-પાકાં દબાણો દૂર કરાયા હતા

જણાવી દઈએ કે, ગત 29 એપ્રિલનાં રોજ દાણીલીમડામાં આવેલા ચંડોળા તળાવમાં (Chandola Lake) અને તેની નજીકનાં વિસ્તારોમાં થયેલા ગેરકાયદેસરનાં દબાણો પર બુલડોઝર ફેરવીને દૂર કરાયા હતા. તંત્ર દ્વારા પ્રથમ તબક્કામાં અંદાજે 1.5 લાખ ચો.મી. જેટલા વિસ્તારમાં આવેલાં 4000 જેટલા ગેરકાયદેસરનાં કાચાં-પાકાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. જ્યારે, અહીં વસવાટ કરતા ઘૂસણખોર બાંગ્લાદેશી નાગરિકોને શોધી તેમનાં દેશ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. માહિતી પ્રમાણે, ચંડોળા તળાવ વિસ્તારમાં હજું પણ એક અંદાજ મુજબ 2.5 લાખ ચો.મી. જેટલી જગ્યામાં આશરે 10 હજાર કાચાં-પાકાં ગેરકાયેદસરનાં દબાણ છે.

આ પણ વાંચો - Rajkot : હીરાસર એરપોર્ટમાં ખાનગી કંપની અને ટેક્સી એસો. વચ્ચે બબાલ, ટેક્સી એસો.-નાણા આપવાનું બંધ કરતા હેરાનગતિ

Tags :
Advertisement

.

×