28

અમદાવાદના નારણપુરામાં પુત્રીએ તેના મામા સાથે મળીને સાવકી માતા પર જીવલેણ હુમલો કર્યો છે. છરીના ઘા ઝીંકી
અને દસ્તા વડે હુમલો કરનાર મામા-ભાણી સામે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. ઉત્તરપ્રદેશની મહિલાના 6 વર્ષ પહેલા અમદાવાદમા રહેતા વ્યક્તિ સાથે બીજા લગ્ન થયા હતા. મહિલાના પતિને પહેલી પત્નીથી દીકરી હતી.
ગુરુવારે મહિલા અને પુત્રી બંને ઘરે હાજર હતા ત્યારે તેની પુત્રીના મામા ઘરે આવ્યા અને બોલાચાલી થતાં પુત્રીના મામાએ મહિલા પર અચાનક પાચથી સાત દસ્તાના ઘા માર્યા તથા છરી વડે પેટ અને હાથના ભાગે ઘા માર્યા. પુત્રીએ તેની માતા પર હુમલો કરવા મામાને સહાય કરી હતી. સમગ્ર મામલે મહિલાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં તેની પુત્રી અને મામા સામે ફરિયાદ નોંધાવી છે.