ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ અને ગરમીથી કંટાળી ગયેલા લોકોને આ વરસાદના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો.
07:05 AM May 29, 2025 IST | Hardik Shah
અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ અને ગરમીથી કંટાળી ગયેલા લોકોને આ વરસાદના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો.
Ahmedabad Rain

Ahmedabad Rain : ગુજરાતમાં હવામાન વિભાગે આજે, 29 મે 2025, ગુરુવારે અને આગામી બે દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ સાથે, દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ શરૂ થઇ ગયો હતો. જણાવી દઇએ કે, ભારે પવન સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ

અમદાવાદમાં ગત રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારો જેવા કે જગતપુર, એસજી હાઈવે, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, રાણીપ, ચાંદલોડિયા, વાડજ, અખબાર નગર, શાહીબાગ, ઈન્કમટેક્સ અને નવરંગપુરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. રાત્રે 1:00થી 4:00 વાગ્યા દરમિયાન અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 5થી 15 મિલીમીટર પ્રતિ કલાક વરસાદની શક્યતા દર્શાવાઈ છે. આ ઉપરાંત, 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદથી વાતાવરણમાં ઠંડક

અમદાવાદ શહેરમાં 29 મે 2025ના રોજ સમગ્ર દિવસના ભારે ગરમી અને ઉકળાટ બાદ મોડી સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ વરસ્યો. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારો જેવા કે થલતેજ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, સોલા, ગોતા અને સતાધારમાં ધોધમાર વરસાદ નોંધાયો, જેનાથી દિવસભરની ગરમી બાદ શહેરીજનોને ઠંડકનો અનુભવ થયો. આ વરસાદે વાતાવરણને રાહતભર્યું બનાવ્યું.

આજે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી અને ડાંગ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે તેજ પવન અને વીજળીની સંભાવના પણ રહેશે.

આવતીકાલની હવામાન આગાહી

30 મે 2025ના રોજ ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

માછીમારો માટે ચેતવણી

હવામાન વિભાગે 30 મે થી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે દરિયામાં તોફાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન માછીમારોએ સાવચેતી રાખવી જરૂરી છે.

વરસાદનું અનુમાન અને હવામાન સિસ્ટમ

આ વર્ષે ગુજરાતમાં સરેરાશ 114 ટકા વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જે સામાન્યથી વધુ વરસાદનો સંકેત આપે છે. પશ્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આ હવામાનની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત, 3 અલગ-અલગ વરસાદી સિસ્ટમોની સક્રિયતાને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને તેજ પવનની સંભાવના રહેશે.

આ પણ વાંચો :   IMD Weather Updates : દેશભરમાં 2 જૂન સુધી ભારે વરસાદની સંભાવના

Tags :
Ahmedabad rainahmedabad rain updateahmedabad rainsCoastal Gujarat wind warningCyclone warning western IndiaCyclonic circulation GujaratFishermen advisory May 2025Fishermen warning GujaratGujarat FirstGUJARAT FIRST NEWSgujarat rain alert todaygujarat weather forecastHardik ShahHeavy rainfall in GujaratHigh wind warningMonsoon 2025 GujaratNorth Gujarat rainfallOrange Alert GujaratRainRain alert AhmedabadRain with thunderstormRainfall in Ahmedabad districtsRainfall prediction May 2025RainsSaurashtra weather alertSouth Gujarat RainStrong winds coastal GujaratSudden weather change AhmedabadThunderstorm alert GujaratWind speed 40-60 kmph
Next Article