ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઇન્સ્ટાગ્રામથી મિત્રતા કરી યુવકે પરિણીતાને બનાવી શિકાર, બાદમાં ફોન બંધ કરી થયો ફરાર

અમદાવાદ શહેરમાં ફરી એક વખત દુષ્કર્મ ની ઘટના પ્રકાશમાં આવી છે . જેમાં  યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર આરોપી સામે યુવતીએ નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીની ઝડપી પાડયો છે. યુવતીને પ્રેમમાં ફસાવી પતિને છૂટાછેડા અપાવ્યા બાદ પ્રેમી પણ થઈ ગયો ફરાર. આખરે યુવતી ન ઘરની રહી ન ઘાટની.નરોડા પોલીસે આ ગુનામાં જીવન પરમાર નામના યુવકની ધરપકડ કà
08:01 AM Sep 14, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરમાં ફરી એક વખત દુષ્કર્મ ની ઘટના પ્રકાશમાં આવી છે . જેમાં  યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર આરોપી સામે યુવતીએ નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીની ઝડપી પાડયો છે. યુવતીને પ્રેમમાં ફસાવી પતિને છૂટાછેડા અપાવ્યા બાદ પ્રેમી પણ થઈ ગયો ફરાર. આખરે યુવતી ન ઘરની રહી ન ઘાટની.નરોડા પોલીસે આ ગુનામાં જીવન પરમાર નામના યુવકની ધરપકડ કà
અમદાવાદ શહેરમાં ફરી એક વખત દુષ્કર્મ ની ઘટના પ્રકાશમાં આવી છે . જેમાં  યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર આરોપી સામે યુવતીએ નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીની ઝડપી પાડયો છે. યુવતીને પ્રેમમાં ફસાવી પતિને છૂટાછેડા અપાવ્યા બાદ પ્રેમી પણ થઈ ગયો ફરાર. આખરે યુવતી ન ઘરની રહી ન ઘાટની.
નરોડા પોલીસે આ ગુનામાં જીવન પરમાર નામના યુવકની ધરપકડ કરી છે.આરોપી મૂળ દાહોદ જિલ્લાનો રહેવાસી છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી નરોડા વિસ્તારમાં રહીને છૂટક મજૂરીનો ધંધો કરે છે. ફરિયાદી યુવતી અને આરોપી બંને ૧૦ થી ૧૧ મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે હવસના ભૂખ્યા આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી અલગ અલગ હોટેલમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ યુવતીને દગો આપી  મોબાઈલ બંધ કરીને પોતાના વતન ભાગી ગયો હતો.
ભોગ બનનાર યુવતીએ પોલીસ સમક્ષ પોતાની આપ વીતી જણાવતા નરોડા પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપી જીવનની અન્ય કોઈ યુવતી સાથે સગાઇ થઇ હોવાનો ખુલાસો થયો છે.જ્યારે ભોગ બનનાર યુવતીના પતી સાથે અણબનાવનો લાભ લઇ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નનની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો.
જોકે હાલ તો નરોડા પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સાથે જ અગાઉ કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધીને આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.જોકે આ બધી બાબત વચ્ચે હવે યુવતીએ એકતરફ પતિને ખોઈ દીધો તો બીજીતરફ પ્રેમીને ત્યારે સોશ્યલ મીડિયા થકી પ્રેમ કરવો તે ફરી એક વાર નર્ક સાબિત થયું છે.
Tags :
GujaratFirstwifeavictimyoungman
Next Article