Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત
- વડનગરમાં જુદા જુદા વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
- મ્યુઝિકલ મ્યુઝિયમની કામગીરીની કરશે સમીક્ષા
- પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલયનું અમિત શાહ લોકાર્પણ કરશે
Union Home Minister Amit Shah નો ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. જેમાં આજે વડનગરમાં જુદા જુદા વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેમજ મ્યુઝિકલ મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા કરશે. તથા પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલયનું અમિત શાહ લોકાર્પણ કરશે. તેમજ પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ તેમજ વિકાસકાર્યની સમીક્ષા કરશે. તથા અમિતભાઈ શાહ રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પર્વની ઉજવણી ગુજરાતમાં કરી
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પર્વની ઉજવણી ગુજરાતમાં કરી છે. દર વર્ષ મુજબ આ વર્ષે પણ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા અમિત શાહે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટેન્ટના ધાબા પર મુખ્યમંત્રી અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. ત્યાર બાદ રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનના 920 આવાસો માટે ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમજ હવે આજે વડનગરમાં જુદા જુદા વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેમાં ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખાતે જાહેરસભા સંબોધશે તથા બપોરના સમયે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન પૂજન કરશે તથા ગણપત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
આજના ગૃહ પ્રધાન અમિત શાહના વડનગરમાં કાર્યક્રમ:
સવારે 10 કલાકે મ્યુઝિકલ મ્યુઝિયમ ની કામગીરીની સમીક્ષા અને પ્રેઝન્ટેશન
સવારે 11:00 કલાકે પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલયનું લોકાર્પણ તેમજ આંબાઘાટની મુલાકાત
સવારે 11:45 કલાકે પ્રેરણા સ્કૂલ વડનગરનું લોકાર્પણ તેમજ વિકાસ કાર્યની સમીક્ષા
બપોરે 12 35 કલાકે રમતગમત સંકુલનું ઉદ્ઘાટન
બપોરે 12:45 કલાકે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખાતે જાહેર સભા
બપોરે 2:15 કલાકે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન પૂજન
બપોરે ત્રણ કલાકે ગણપતિ યુનિવર્સિટીના 18 માં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે
સાંજે 05:15 કલાકે આંતરરાષ્ટ્રીય હવાઈમથકો પર ફાસ્ટ ટ્રેક ઇમિટેશન પ્રોગ્રામમાં અમદાવાદ પહોંચશે.
આ પણ વાંચો: જો તમારે ભારતને સમજવો હોય, તો અહીંયાના અધ્યાત્મને સમજવો પડશે: નરેન્દ્ર મોદી