Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Ahmedabad ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, સ્થાનિકોમાં ચકચાર

Ahmedabad ગ્રામ્ય કોર્ટને ધમકી મળી છે. જેમાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટનાં રજિસ્ટ્રી વિભાગને ઈમેલ થકી ધમકી મળી છે. ત્યારે ગ્રામ્ય કોર્ટની ધમકી મળતા કોર્ટની કાર્યવાહી સ્થગિત કરાઈ છે. તથા બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ગ્રામ્ય કોર્ટમાં તપાસ માટે પહોંચી છે.
ahmedabad ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી  સ્થાનિકોમાં ચકચાર
Advertisement

Ahmedabad ગ્રામ્ય કોર્ટને ધમકી મળી છે. જેમાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટનાં રજિસ્ટ્રી વિભાગને ઈમેલ થકી ધમકી મળી છે. ત્યારે ગ્રામ્ય કોર્ટની ધમકી મળતા કોર્ટની કાર્યવાહી સ્થગિત કરાઈ છે. તથા બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ગ્રામ્ય કોર્ટમાં તપાસ માટે પહોંચી છે.

મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટને બોમ્બની ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો

મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટને બોમ્બની ધમકીભર્યો ઈ-મેલ મળતા દોડધામ મચી હતી. ધમકીના પગલે બોમ્બ અને ડોગ સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તેજ સમયે ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતુ. ત્યારે જ હાઈકોર્ટને પણ ધમકીભર્યો મેઈલ મળ્યો હોવાનું સામે આવ્યું હતુ.

Advertisement

અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો હાઈકોર્ટને ઇ-મેલ કરવામાં આવ્યો

20 ઓગસ્ટના રોજ પણ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો હાઈકોર્ટને ઇ-મેલ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા સોલા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી તપાસ કરવામાં આવી હતી. BDDS સહિતની તમામ ટીમ તપાસમાં જોડાઈ હતી. તપાસના અંતે કોર્ટમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોંતી.

Advertisement

9 જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

અગાઉ 9 જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાઈકોર્ટના ઇ-મેલ પર અજાણી વ્યક્તિએ ઇ-મેલ કર્યો હતો. જે બાદ પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે રિસેસ બાદ હાઈકોર્ટ બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ વકીલોને પણ કોર્ટ છોડવા સૂચન કરાયું હતુ.

આ પણ વાંચો: Gujarat: ભ્રષ્ટાચાર સામે લડત લડનાર ખેડૂતને જીવતો સળગાવાયો! પ્રત્યક્ષદર્શીના નિવેદનથી મામલો બદલાયો

Tags :
Advertisement

.

×