- ટિકટોકથી ફેમસ થયેલી કીર્તિ પટેલ બની ગુનેગાર
- કીર્તિ પટેલે અંગત અદાવતમાં યુવતીને માર્યો માર
પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે ફરિયાદી કોમલબેન પંચાલ બ્યુટી પાર્લર ધરાવે છે. છ મહિના અગાઉ instagram એપ્લિકેશનમાં યુવતી તેના મિત્રો સાથે લાઈવ થઈ હતી. ત્યારે અંદરોઅંદર વીડિયો દ્વારા વાતો કરતા હતા. તે સમયે tiktok એપ્લિકેશનથી ફેમસ થયેલી કીર્તિ પટેલે અચાનક આ યુવતી સાથે લાઈવ આવી ગાળો આપી હતી. જે બાબતે ઝઘડો થયો હતો. આ બાબતને લઈ યુવતીએ તે સમયે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી.
અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે કીર્તિ પટેલ
કીર્તિ પટેલ અગાઉ પણ ઘણા વિવાદોમાં સપડાઈ ચૂકી છે છતાં ફરી એક વખત તેણે ગુનાને અંજામ આપતા સેટેલાઈટ પોલીસે તેને પકડવા તપાસ હાથ ધરી છે. પોલીસની એક ટીમ કિર્તીને શોધવા સુરતમાં તપાસ શરૂ કરી છે. ગુનેગાર કીર્તિ ઝડપાયા બાદ વધુ ખુલાસા સામે આવી શકે છે.