ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Tiranga Yatra : 'ઓપરેશન સિંદૂર' કરોડો ભારતવાસીઓની લાગણીનું પ્રતીક : CM ભૂપેન્દ્ર પટેલ

PM નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વમાં દેશે દુનિયાને બતાવ્યું કે આતંકવાદથી ઝીરો ટોલરન્સથી કામ લેવામાં આવશે.
08:50 PM May 13, 2025 IST | Vipul Sen
PM નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વમાં દેશે દુનિયાને બતાવ્યું કે આતંકવાદથી ઝીરો ટોલરન્સથી કામ લેવામાં આવશે.
CM_Gujarat_first
  1. પાકિસ્તાન સામે 'ઓપરેશન સિંદૂર' ની સફળતા બાદ દેશભરમાં 'Tiranga Yatra' યોજાઈ
  2. અમદાવાદમાં BJP દ્વારા તિરંગા યાત્રા યોજાઈ, CM ભૂપેન્દ્ર પટેલ, સાધુ-મહંતો, લોકો જોડાયા
  3. સૌ મહાનુભાવો અને યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા છે તેમનું સ્વાગત કરું છું : CM
  4. ઓપરેશન સિંદૂર કરોડો ભારતવાસીઓની લાગણીનું પ્રતીક છે : CM ભૂપેન્દ્ર પટેલ

Tiranga Yatra : 'ઓપરેશન સિંદૂર' ની (Operation Sindoor) સફળતા બાદ BJP દ્વારા ગુજરાત સહિત દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 13 થી 23 મે સુધી 10 દિવસ તિરંગા યાત્રા યોજાશે. ત્યારે આજે અમદાવાદમાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), સંતો-મહંતો અને અનેક આગેવાનો જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર' કરોડો ભારતવાસીઓની લાગણીનું પ્રતીક છે. PM નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વમાં દેશે દુનિયાને બતાવ્યું કે આતંકવાદથી ઝીરો ટોલરન્સથી કામ લેવામાં આવશે.

આ પણ વાંચો - Jamnagar : હાઈ ટેન્શન વીજલાઈનમાં વીજ શોક લાગતા પરિવારના મોભીનું મોત

દેશની એકતા, અખંડિતતા, સેનાનું મનોબળ વધારતી આ યાત્રા : CM ભૂપેન્દ્ર પટેલ

પાકિસ્તાન (Pakistan) સામે 'ઓપરેશન સિંદૂર' ની સફળતા બાદ ભાજપ દ્વારા આજે એટલે કે 13 મેથી 23 મે સુધી ગુજરાત સહિત દેશભરમાં તિરંગા યાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ અમદાવાદમાં આજે વ્યાસવાડી ચાર રસ્તાથી RTO સર્કલ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દરમિયાન, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે હાજર તમામ સંતોને વંદન કરું છું. સૌ મહાનુભાવો અને યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા છે તેમનું સ્વાગત કરું છું. સેનાનાં તમામ જવાનોને અભિનંદન પાઠવું છું. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર' કરોડો ભારતવાસીઓને લાગણીનું પ્રતીક છે. PM નરેન્દ્ર મોદીનાં (PM Narendra Modi) નેતૃત્વમાં દેશે દુનિયાને બતાવ્યું કે આતંકવાદથી ઝીરો ટોલરન્સથી કામ લેવામાં આવશે. સીએમએ કહ્યું કે, ભારતીય સેનાનાં પરાક્રમથી સૌ અચંબિત છે. તિરંગા યાત્રા દેશની એકતા અને અખંડિતતા જાળવવા અને સેનાનું મનોબળ વધારતી યાત્રા છે.'

આ પણ વાંચો - Sabar Dairy : ભરતી, ખરીદી બાબતે ડિરેક્ટર, વહીવટીકર્તા મનમાની કરી લાભ મેળવતા હોવાનાં ગંભીર આક્ષેપ

જામનગરમાં કોંગ્રેસની 'જય હિન્દ યાત્રા' યોજાઈ

જણાવી દઈએ કે, આ તિરંગા યાત્રામાં રેડ ક્રોસ, સરદાર ધામ સહિતની સંસ્થાઓ પણ જોડાઇ હતી. યાત્રાનાં રૂટને બલુન તેમ જ તિરંગાથી શણગારવામાં આવ્યો હતો. જામનગરની (Jamnagar) વાત કરીએ તો કોંગ્રેસ (Congress) દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા બદલ ભારતીય સેનાના જવાનો માટે 'જય હિન્દ યાત્રા' (Jai Hind Yatra) યોજાઈ હતી. આ યાત્રામાં કોંગી નેતા, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રામાં ઇન્દિરા ગાંધીનાં ફોટા, રાષ્ટ્રધ્વજ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો - Harni Lake Kand : વડોદરા હરણી લેક દુર્ઘટના કેસમાં કોટિયા પ્રોજેક્ટને HC થી ફરી મોટો ઝટકો!

Tags :
BJPCM Bhupendra PatelCongressgujaratfirstnewsIndian-ArmyJai Hind YatraJamnagarOperation SindoorPakistanpm narendra modiTiranga YatraTop Gujarati NewVyaswadi Char RastaZERO TOLERANCE
Next Article