રથયાત્રા પૂર્વે ક્રાઈમ બ્રાન્ચે હથિયાર સાથે રીઢા ગુનેગાર ધમા બારડના સાગરીતોને ઝડપ્યા
રથયાત્રાને લઇને અમદાવાદ પોલીસ સતર્ક થઇ છે. ઘણા દિવસોથી શહેરની સુરક્ષામાં વધારો કરાયો છે. પોલીસ દ્વારા રથયાત્રાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગથી લઇને ગુનેગારોને જેલ હવાલે કરવાનું કામ ઉપાડ્યું છે. તેવામાં આજે ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગાર ધમા બારડના સાગરીતોને હથિયાર સાથે પકડ્યા છે.નરોડાના રીઢા ગુનેગાર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડના 2 સાગરીતોને દેશી બનાવટની પિસ્તોલ, જીવતા કા
Advertisement
રથયાત્રાને લઇને અમદાવાદ પોલીસ સતર્ક થઇ છે. ઘણા દિવસોથી શહેરની સુરક્ષામાં વધારો કરાયો છે. પોલીસ દ્વારા રથયાત્રાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગથી લઇને ગુનેગારોને જેલ હવાલે કરવાનું કામ ઉપાડ્યું છે. તેવામાં આજે ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગાર ધમા બારડના સાગરીતોને હથિયાર સાથે પકડ્યા છે.
નરોડાના રીઢા ગુનેગાર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડના 2 સાગરીતોને દેશી બનાવટની પિસ્તોલ, જીવતા કાર્તિઝ, તલવારો અને નંબર પ્લેટ વિનાની 2 ગાડી સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય આરોપી ધમો બારડ ફરાર છે, જેની શોધખોળ હાથ ધરી છે. રથયાત્રાને લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે નરોડાના રીઢા ગુનેગાર ધમા બારડના સાગરીતો ગાડીમાં હથિયાર લઈને ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં છે.
જેથી ક્રાઇમ બ્રાંચે સુનિલ મારવાડી અને અંકિત શર્મા નામના 2 આરોપીઓને અલગ અલગ જગ્યા પરથી ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી 2 પિસ્તોલ, 4 કાર્તિઝ, 3 તલવાર, નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો અને નંબર પ્લેટ વિનાની સ્વીફ્ટ કાર કબ્જે કરી હતી. હથિયારો અંગે આરોપીઓની પૂછપરછ કરતા આ હથિયારો અગાઉ હત્યા, હત્યાની કોશિશ, ધાડ, લૂંટ, મારમારી જેવા ગંભીર ગુનાના આરોપી ધમા બારડના હોવાનું જાણવા મળ્યું હતું. આ ગુનાનો મુખ્ય આરોપી ધમા બારડ ફરાર છે જેને શોધવા ક્રાઈમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી છે.
Advertisement


