Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: વિસીના હપ્તા ભરવા મહિલાએ આપ્યો લૂંટને અંજામ, પોલીસે કરી ધરપકડ

Ahmedabad: અમદાવાદ શહેરમાં શાહીબાગ વિસ્તારમાં મહિલાએ ઘરમાં ઘુસી લૂંટ ચલાવી છે. વૃદ્ધા ઘરે એકલા હતા તે દરમિયાન મહિલા મોઢે દુપટ્ટો બાંધીને ઘુસી ગઈ અને ચપ્પુ બતાવીને વૃદ્ધાએ પહેરેલ સોનાની બંગડી કાઢી ફરાર થઈ ગઈ હતી.આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે...
ahmedabad  વિસીના હપ્તા ભરવા મહિલાએ આપ્યો લૂંટને અંજામ  પોલીસે કરી ધરપકડ
Advertisement

Ahmedabad: અમદાવાદ શહેરમાં શાહીબાગ વિસ્તારમાં મહિલાએ ઘરમાં ઘુસી લૂંટ ચલાવી છે. વૃદ્ધા ઘરે એકલા હતા તે દરમિયાન મહિલા મોઢે દુપટ્ટો બાંધીને ઘુસી ગઈ અને ચપ્પુ બતાવીને વૃદ્ધાએ પહેરેલ સોનાની બંગડી કાઢી ફરાર થઈ ગઈ હતી.આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે સીસીટીવીના આધારે મહિલાની ધરપકડ કરી છે. અત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી દીધી છે.

મહિલાએ ચપ્પુ બતાવી સોનાની બંગડી આપી દેવા માટે કહ્યું

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શાહીબાગ દફનાળા પાસે આવેલ વસંત વિહારમાં રહેતા વૃદ્ધાના પતિ અને પુત્ર દુકાને ગયા હતા. તે સમયે બપોરે એક વાગ્યાની આસપાસ એક મહિલા મોઢે દુપટ્ટો બાંધીને આવી હતી. આવેલી મહિલાએ વૃદ્ધાને ઘરકામ કરવા માટે પૂછ્યું હતું. પરંતુ વૃદ્ધાએ ના પાડતા મહિલા પરત જતી રહી હતી. જો કે બાદમાં થોડી વાર રહીને આ મહિલા પરત આવી હતી. વૃદ્ધાના ઘરમાં ઘુસી ચપ્પુ બતાવી તેણે પહેરેલ સોનાની બંગડી આપી દેવા માટે કહ્યું હતું. વૃદ્ધાએ પ્રતિકાર પણ કર્યો હતો. જો કે મહિલા વૃદ્ધાએ પહેરેલ બંને બંગડીઓ કાઢીને ફરાર થઈ ગઈ હતી.

Advertisement

મહિલાએ વિસીના હપ્તા ભરવાના બાકી હોવાથી

વૃદ્ધાએ સમગ્ર ઘટનાની જાણ તેના પુત્રને કરતા તેઓ ઘરે આવી પહોંચ્યા હતા. આ બાબતની જાણ પોલીસને કરી હતી. પોલીસએ ઘટના સ્થળે આવી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરી તેની ધરપકડ કરી છે. જો કે, આ ઘટનામાં વૃદ્ધાએ પ્રતિકાર કરતા તેને આંગળીના ભાવે ઇજા પણ પહોંચી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મહિલાને વિસીના હપ્તા ભરવાના બાકી હોવાથી તેણે આ લૂંટને અંજામ આપ્યો છે. જો કે આ મહિલા અગાઉ આવી ઘરઘાટી તરીકે પણ કામ કરતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલમાં મહિલાની ધરપકડ કરીને તેણે અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે, કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

Advertisement

અહેવાલઃ પ્રદીપ કાછીયા, અમદાવાદ

આ પણ વાંચો: Ahmedabad: પોલીસ સાથે દાદાગીરી ભારે પડી! અસામાજિક તત્વો હવે ખાશે જેલની હવા

આ પણ વાંચો: Ahmedabad: શહેર કોટડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો: Ahmedabad: પ્રેમ, ધમકી અને દુષ્કર્મ; 27 વર્ષીય યુવતીએ નોંધાવી ફરિયાદ

Tags :
Advertisement

.

×