Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

UHM Amit Shah : અમદાવાદમાં ગોતામાં વધતા રોગચાળા અંગે CM અને AMC મેયર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની વાતચીત

ઘાટલોડિયા વિધાનસભામાં ઉત્તર પશ્ચિમ-ઝોનના ગોતા વોર્ડની અમુક સોસાયટીઓમાં ઉદભવેલ ઝાડા ઉલટીની પરિસ્થિત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhuprndra Patel), એએમસી મેયર સાથે વાતચીત કરી પરિસ્થિતિનો ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમ જ સહકાર મંત્રી અમિતભાઇ શાહે (UHM Amit Shah) તાગ મેળવ્યો હતો. તેમણે મ્યુનિસપિલ કમિશનર, આરોગ્ય વિભાગ તેમ જ પાણી પુરવઠાના અધિકારીઓને જરૂરી તમામ પગલાંઓને લઈ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી.
uhm amit shah   અમદાવાદમાં ગોતામાં વધતા રોગચાળા અંગે cm અને amc મેયર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની વાતચીત
Advertisement

Ahmedabad : ઘાટલોડિયા વિધાનસભામાં ઉત્તર પશ્ચિમ-ઝોનના ગોતા વોર્ડની અમુક સોસાયટીઓમાં ઉદભવેલ ઝાડા ઉલટીની પરિસ્થિત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhuprndra Patel), એએમસી મેયર સાથે વાતચીત કરી પરિસ્થિતિનો ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમ જ સહકાર મંત્રી અમિતભાઇ શાહે (UHM Amit Shah) તાગ મેળવ્યો હતો. તેમણે મ્યુનિસપિલ કમિશનર, આરોગ્ય વિભાગ તેમ જ પાણી પુરવઠાના અધિકારીઓને જરૂરી તમામ પગલાંઓને લઈ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સૂચનાઓ બાદ હાઉસ-ટુ-હાઉસ સરવે

AMC તરફથી અંડરગ્રાઉન્ડ ટાંકીઓ સફાઈ કરાવી આપવાની કામગીરી તથા સોસાયટીઓને ટેન્કર મારફતે ચોખ્ખું પીવાનું પાણી આપવા અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવી. ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભામાં ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડની અમુક સોસાયટીઓમાં ઉદભવેલ ઝાડા-ઉલટીની પરિસ્થિત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, AMC મેયર સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને મ્યુનિસપિલ કમિશનર તેમ જ આરોગ્ય વિભાગના અધિકારીઓને જરૂરી તમામ પગલાંઓ લઈ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

Advertisement

Advertisement

રોગચાળાને નાથવા, નાગરિકોને તાકીદે સારવાર આપવા તંત્રને સૂચના

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોતા વોર્ડમાં અમુક સોસાયટીઓમાં પાઇપલાઇન રિપેરિંગ દરમિયાન પ્રદુષિત પાણી પીવાના પાણી સાથે ભળી જવાના પરિણામે ઝાડા-ઊલટીના કેસ સામે આવ્યા હતા. આ બાબત કેન્દ્રીય અમિતભાઈ શાહના ધ્યાને આવતા તેઓએ રોગચાળાને નાથવા, ઉદભવેલ સમસ્યાનું નિરાકરણ લાવવા તેમ જ નાગરિકોને તાકીદે સારવાર આપવા વ્યવસ્થા તંત્રને સૂચનાઓ આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની (UHM Amit Shah) તાકીદ બાદ પાઇપલાઇન રિપેરિંગ અને રોગચાળાને નાથવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાઈ રહ્યા છે. ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાયેલ છે તે તમામ સોસાયટીમાં જઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવેની તેમ જ ક્લોરિન ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવેલ છે.

જુદી-જુદી સોસાયટીઓમાં અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સાફ-સફાઈની કામગીરી

ઉપરાંત, રોગચાળા અંતર્ગત તમામ સોસાયટીઓમાં ટેકનિકલ સુપરવાઈઝર્સ, આસી. ઈજનેર્સ તથા આસી. સિટી ઇજનેર્સ દ્વારા જુદી-જુદી સોસાયટીઓમાં હયાત તમામ અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સ્થિતિ ચકાસવાની, તમામ સોસાયટીઓને જરૂર જણાય તો અ.મ્યુ.કો. તરફથી અંડરગ્રાઉન્ડ ટાંકીઓ સફાઈ કરાવી આપવાની કામગીરી તથા સોસાયટીઓને ટેન્કર મારફતે ચોખ્ખું પીવાનું પાણી આપવા અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે.

આ પણ વાંચો - Gujarat Rajya Sabha Election: ભાજપ ટૂંક સમયમાં જાહેર કરશે 4 ઉમેદવારોના નામ, કોને મળશે રાજ્યસભાની ટિકિટ?

Tags :
Advertisement

.

×