Jeddah માં અટવાયેલા 200થી વધુ ઉમરાહ યાત્રિકોની વતન વાપસી: અમદાવાદ એરપોર્ટ પર સર્જાયા ભાવુક દ્રશ્યો
- Jeddah થી ખાસ ફ્લાઇટ અમદાવાદ પહોંચી
- જેદ્દાહમાં અટવાયેલા મુસાફરોને લઇને પહોંચી ફ્લાઇટ
- ઉમરાહ માટે ગયેલા મુસાફરો ગુજરાત પરત ફર્યા
- અમદાવાદ એરપોર્ટ પર 200થી વધુ મુસાફરો પહોચ્યા
- પરિવારજનોમાં ખુશીનો માહોલ
- મુસાફરોએ ભારત સરકાર અને મીડિયાનો માન્યો આભાર
Jeddah to Ahmedabad Special Flight: સાઉદી અરેબિયાના (Saudi Arabia) જેદ્દાહ (Jeddah) ખાતે છેલ્લા કેટલાક સમયથી અટવાયેલા ગુજરાતના મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારત સરકારના (Government of India) ખાસ પ્રયાસો બાદ, એક વિશેષ ફ્લાઇટ દ્વારા આ તમામ મુસાફરોને અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. આ ફ્લાઇટમાં અંદાજે 200થી વધુ મુસાફરો સવાર હતા, જેઓ ઉમરાહ (Umrah) માટે પવિત્ર યાત્રાએ ગયા હતા પરંતુ ટેકનિકલ કે અન્ય કારણોસર ત્યાં અટવાઈ પડ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પર પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) પર વહેલી સવારથી જ મુસાફરોની રાહ જોઈ રહેલા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેવી ફ્લાઇટ લેન્ડ થઈ અને મુસાફરો ટર્મિનલની બહાર આવ્યા, ત્યારે અનેક પરિવારો ભાવુક થઈ ગયા હતા. ફૂલહાર અને મીઠાઈઓ સાથે મુસાફરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસાફરોએ જણાવ્યું હતું કે, વતન પરત ફરવાની આશા લગભગ છોડી દીધી હતી, પરંતુ સરકારના હસ્તક્ષેપથી આજે તેઓ પોતાના પરિવારની વચ્ચે છે.
Jeddah To Ahmedabad : જેદ્દાહથી ખાસ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા | Gujarat First
જેદ્દાહથી ખાસ વિમાન અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
જેદ્દાહમાં અટવાયેલા મુસાફરોને લઇને પહોંચી ફ્લાઇટ
ઉમરાહ માટે ગયેલા મુસાફરો ગુજરાત પરત ફર્યા
200 મુસાફરો સાથે વિમાન અમદાવાદ આવ્યું
મુસાફરોના… pic.twitter.com/2K9q70stPn— Gujarat First (@GujaratFirst) March 3, 2026
ભારત સરકાર અને મીડિયાની મહત્વની ભૂમિકા
જેદ્દાહમાં (Jeddah) અટવાયેલા મુસાફરોએ તેમની મુશ્કેલીઓ સોશિયલ મીડિયા અને મીડિયા (Media) માધ્યમો દ્વારા સરકાર સુધી પહોંચાડી હતી. મુસાફરોએ એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 'અમે મુશ્કેલીમાં હતા ત્યારે ભારતીય દૂતાવાસ (Indian Embassy) અને ભારત સરકાર દ્વારા અમને સતત સહાય પૂરી પાડવામાં આવી હતી. મીડિયાએ પણ અમારો અવાજ બુલંદ કર્યો, જેના કારણે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું અને આજે અમે સુરક્ષિત છીએ.'
યાત્રા દરમિયાન પડેલી મુશ્કેલીઓનો અંત
ઉમરાહની (Umrah) યાત્રાએ ગયેલા આ યાત્રિકોમાં વૃદ્ધો અને મહિલાઓની સંખ્યા વધુ હતી. જેદ્દાહમાં ફ્લાઇટના શિડ્યુલમાં ફેરફાર થવાને કારણે તેમને રહેવા અને જમવાની તકલીફો પડી હતી. જોકે, સ્પેશિયલ ફ્લાઇટની (Special Flight) વ્યવસ્થા થતા જ તમામ અડચણો દૂર થઈ હતી. ગુજરાત (Gujarat) સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Iran Israel War: દુબઈમાં આકાશમાંથી મિસાઈલોનો વરસાદ: ફસાયા 50 ગુજરાતીઓ!


